લાલૂ પ્રસાદ યાદવના દિકરા તેજ પ્રતાપે લુક બદલ્યો, ટ્વીટ પર શેર કર્યો ફોટો

નવી દિલ્હીઃ આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવનો દિકરો તેજ પ્રતાપ ફરીએકવાર ચર્ચામાં છે. હકીકતમાં તેણે પોતાનો લુક ફરીથી બદલી નાંખ્યો છે, જેના ફોટોગ્રાફ્સ તેણે ટ્વીટર પર શેર કર્યા છે. આ ફોટોમાં તેજ પ્રતાપ પોતાના ન્યૂ લુકમાં એક અલગ અંદાજમાં દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર તેજ પ્રતાપ મંગળવારના રોજ થયેલી આરજેડીની એક બેઠકમાં જોડાયા હતા, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.  

તેજ પ્રતાપ આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવનો મોટા દિકરો છે અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. તેજ પ્રતાપ યાદવ પોતાના અનોખા અંદાજ માટે જાણિતા છે. તેઓ ક્યારેક શિવના રુપમાં દેખાય છે તો ક્યારેક કૃષ્ણ બની જાય છે. આ સીવાય તેજ પ્રતાપ પોતાના લગ્ન જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. તેજ પ્રતાપ અને તેમની પત્નીના જીવના વૈવાહિક જીવનમાં ચાલી રહેલો વિવાદ હવે બધાની સામે આવી ગયો છે. તેજ પ્રતાપની પત્ની પોતાના સાસુ રબડી દેવી અને તેમની નણંદ મીસા ભારતી પર તેમના પરિવારને બગાડવાનો આરોપ લગાવી ચૂકી છે.

તેજ પ્રતાપની ચર્ચા તેમના લુકને લઈને વધારે થતી હોય છે. ત્યારે ફરીથી તેમણે પોતાનો લુક બદલી નાંખ્યો છે, જેના ફોટોઝ તેમણે ટ્વીટર પર શેર કર્યા છે. આ ફોટોમાં તેજ પ્રતાપે લીલા રંગની ટોપી પહેરી છે. સાથે જ તેમણે લાંબો ચાંદલો પણ કર્યો છે. આ સીવાય તેમણે લીલા રંગનું જેકેટ પણ પહેર્યું છે. અને તેજ પ્રતાપે પોતાના વાળ પણ લાંબા કરી નાંખ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]