નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકોને સંબોધિત કરતાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સવાલ ઉઠાવતાં બેલેટ પેપરથી ચૂંટણીની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને અમને EVM નથી જોઈતા.
હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી, એસટી અને નબળા વર્ગના લોકો તેમની પૂરેપૂરી તાકાતથી જે મત આપી રહ્યા છે તેનો વ્યય થઈ રહ્યો છે. અમે કહીએ છીએ કે બધું છોડી દો અને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની અમે માંગ કરીએ છીએ. તેમના એ મશીનો તેમના ઘરમાં રાખવા દો કે PM મોદી કે અમિત શાહના ઘરમાં રહેવા દો. અમદાવાદમાં ઘણા ગોદામો બનેલા છે, ત્યાં મશીનો લઈ જઈને રાખવા જોઈએ. અમારી એક જ માગ છે કે ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ. જો આમ થશે તો આ લોકોને ખબર પડશે કે તેઓ ક્યાં ઊભા છે, એમ તેમણે કહ્યું હતું.
हमें EVM से नहीं, बैलेट पेपर से चुनाव चाहिए pic.twitter.com/oY1l34fouI
— Congress (@INCIndia) November 26, 2024
તેમણે જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદી જાતિ ગણતરીથી ડરે છે. પરંતુ તેમણે સમજવું જોઈએ કે સમાજનો દરેક વર્ગ તેનો હિસ્સો માગે છે અને આ માગ કરી રહ્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જોરદાર જીત બાદ વિપક્ષે ફરી એક વાર EVMનો મુદ્દો ઉઠાવ્યો છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતનું કહેવું છે કે ફરીથી ચૂંટણી થવી જોઈએ અને જો બેલેટ પેપરથી મતદાન થશે તો સાચુ પરિણામ આવશે. એટલું જ નહીં, શરદ પવારે આ વખતે EVM પર પણ શંકા વ્યક્ત કરી છે.