નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને અયોધ્યામાં રામ મંદિર સહિત હિન્દુ મંદિરોને નિશાન બનાવવાની ધમકી આપી છે. તેણે રામ મંદિર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ) સંગઠન તરફથી જારી કરવામાં આવેલા એક વિડિયોમાં પન્નુએ 16 અને 17 નવેમ્બરે હુમલાની ચેતવણી આપી છે. કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કરવામાં આવેલા વિડિયોનો ઉદ્દેશળ હિન્દુ પૂજા સ્થળોની વિરુદ્ધ હિંસા ભડકાવવાનો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરપતવંત સિંહ પન્નુએ એક વિડિયો જાહેર કરીને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ગયા મહિને પન્નુએ યાત્રીઓને એકથી 19 નવેમ્બરની વચ્ચે એક ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં ઉડાન ભરવા પ્રત્યે ચેતવણી આપી હતી. પન્ને ભારતીય ડિપ્લોમેટની વિરુદ્ધ હિંસાનું આહવાન પણ કર્યું છે.
આ સાથે કેનેડામાં ભારતીય મૂળના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપવામાં આવી છે. પન્નુએ એક વિડિયો જાહેર કરીને કહ્યું છે કે 16 અને 17 નવેમ્બરે અયોધ્યાના રામ મંદિરમાં હિંસા થશે. તેમણે કહ્યું કે અમે હિંદુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.
આ વિડિયોમાં પન્નુએ અયોધ્યાના રામ મંદિર સહિત દેશના અનેક હિન્દુ મંદિરોની તસવીરો સામેલ કરી છે. આ પહેલાં 28 મે 2024એ પણ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સૌથી પહેલાં એક ID પરથી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું.