‘કેબીસી’માં કરોડપતિ બનેલો બાળક આજે પોલીસ અધિકારી બન્યો છે

નવી દિલ્હીઃ રિયાલીટી શો ‘કોન બનેગા કરોડપતિ’ દેશના લોકપ્રિય શો પૈકીનો એક છે. દર વર્ષે આ શોની નવી સીઝનની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. શોની હોટ સીટ પર આવનારા કંટેસ્ટન્ટ મોટી રકમ જીતીને જાય છે અને કેટલાક લોકો તો ફેમસ પણ થઈ જાય છે. આ શોના એક કંટેસ્ટન્ટ આજકાલ ખૂબ ચર્ચામાં છે. 2001માં આ શોમાં 14 વર્ષના એક બાળકે ભાગ લીધો હતો અને આશરે બે દશક બાદ આ બાળક ફરી એકવાર પોતાની સક્સેસ સ્ટોરીના કારણે ચર્ચામાં છે.  વર્ષ 2011 માં કેબીસીની સ્પેશિયલ સીઝન ‘કેબીસી જૂનિયર’ શો આવ્યો હતો. તે સીઝનમાં 14 વર્ષના બાળક રવિ મોહન સેનીએ તમામ પ્રશ્નોના સાચા જવાબો આપીને એક કરોડ રુપિયા જીત્યા હતા. આ વાતને આશરે બે દશક જેટલો સમય પસાર થઈ  ગયો છે અને એ બાળક હવે આઈપીએસ અધિકારી બનીને પોતાનું પ્રથમ પોસ્ટિંગ લઈ ચૂક્યો છે.

રવિ મોહન સેનીની ઉંમર અત્યારે 33 વર્ષ છે. તેમણે ગુજરાતના પોરબંદરમાં એસીપી તરીકેની પોસ્ટ સંભાળી છે. મીડિયા સાથેની વાતચીતમાં સેનીએ જણાવ્યું કે, તેમણે મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ જયપુરથી એમબીબીએસ કર્યું છે. એમબીબીએસ બાદ ઈન્ટર્નશિપ દરમિયાન તેમની પસંદગી સિવિલ સર્વિસીઝમાં થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, રવિ મોહનના પિતા નેવીમાં હતા અને તેમણે પોતાના પિતાથી પ્રભાવિત થઈને પોલીસ દળમાં જોડાવાનું પસંદ કર્યું અને દેશની સેવા કરવાનું શરુ કર્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]