સુન્ની વક્ફ બોર્ડે સિબલને લગાવી ફટકાર, કહ્યું અમે પણ જલદી નિર્ણય ઈચ્છીએ છીએ

લખનઉ- રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ તરફથી દલીલ રજૂ કરનારા કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબલની દલીલો પર ખુદ વક્ફ બોર્ડે જ સવાલો ઉઠાવ્યાં છે.

વક્ફ બોર્ડેના હાજી મહેબૂબે સમાચાર એજન્સીને જણાવ્યું કે, કપિલ સિબલ અમારા વકીલ છે એ વાત સાચી પરંતુ તેઓ એક રાજકીય પક્ષ સાથે પણ સંબંધ ધરાવે છે. ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબલ દ્વારા રજૂ કરવામાં આવેલી દલિલ તાર્કીક નહીં હોવાનું વક્ફ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. વક્ફ બોર્ડે કહ્યું કે, અમે પણ આ મુદ્દે જલદી સમાધાન ઈચ્છીએ છીએ.

આપને જણાવી દઈએ કે, મંગળવારે સુપ્રીમ કોર્ટેમાં યોજાયેલી સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે આ મામલે વધુ સુનાવણી વર્ષ 2019 સુધી ટળવા માગ કરી હતી. જોકે કોર્ટે આગામી સુનાવણી માટે ફેબ્રુઆરી 2018ની તારીખ નક્કી કરી છે.

આ તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ વક્ફ બોર્ડના ફટકાર બાદ કપિલ સિબલ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં ‘હાજી મહેબૂબના શબ્દોને ટાંકીને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્લ દ્વારા આપવામાં આવેલું નિવેદન તેનો વ્યક્તિગત આભિપ્રાય હોઈ શકે છે’. તેઓ કોર્ટમાં એક રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે બોલતા હોય તેમ લાગી રહ્યું હતું. સૂત્રોનું માનીએ તો સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે કપિલ સિબ્લને મામલાની સુનાવણી 2019 સુધી ટાળવા ક્યારેય જણાવ્યું ન હતું.