ઉત્તર પ્રદેશઃ લખનઉ બેઠક પર છે કોંગ્રેસની નજર, અહીંયા ઉતારાશે બ્રાહ્મણ ચહેરો

નવી દિલ્હીઃ દેશભરમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષો પોતાના મજબૂત ઉમેદવારોને મેદાને ઉતારી અન્ય પક્ષને લોકસભા ચૂંટણીમાં મ્હાત આપવા અને પોતે જે-તે સીટ પરથી જીત પ્રાપ્ત કરવા માટે કમર કસી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે આ વખતે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે અને અન્ય મહત્વની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપી છે.

ત્યારે વાત છે ઉત્તર પ્રદેશની લખનઉ બેઠકની. આ બેઠક પર તમામ પાર્ટીની નજર ઠરી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વર્તમાન કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહની આ બેઠકને કોંગ્રેસ કબ્જે કરવા માંગે છે. 1991 બાદ આ બેઠક ભાજપનો ગઢ બની ગઈ છે. ત્યારે કોંગ્રેસે ભાજપના ગઢ પર પોતાનો ઝંડો લહેરાવવા માટે કમર કસી છે.

કોંગ્રેસે લખનઉથી પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે. સૂત્રોનું કહેવું છે કે પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, ધૌરહરાથી જિતિન પ્રસાદને ટિકિટ દેવાની તૈયારી કરી રહી છે. ચૂંટણી રણનીતિકારોનું કહેવું છે કે જિતિન પ્રસાદને જો લખનઉના ધૌરહરામાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તો સમીકરણો બદલાઈ શકે છે.

જિતિન પ્રસાદ બ્રાહ્મણ છે. તેઓ શાહજહાંપુરના એક અગ્રણી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા સ્વર્ગસ્થ જિતેન્દ્ર પ્રસાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. જિતિન પ્રસાદે વર્ષ 2004માં શાહજહાંપુરથી લોકસભાની પ્રથમ ચૂંટણી જીતી હતી. 2009માં થયેલી લોકસભાની ચૂંટણીમાં તેમણે નવી બનેલી ધૌરહરા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને જીતી હતી. જોકે, 2014ના વર્ષમાં તેમનો જાદૂ ન ચાલ્યો અને તેમની હાર થઈ હતી.

80 લોકસભાની બેઠકો વાળા ઉત્તર પ્રદેશની ધૌરહરા લોકસભા ચૂંટણી બેઠખ પર સાતમાં તબક્કામાં ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ બહુ ઝડપથી તેમના નામની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધીએ પહેલા જ તેમના નામ પર મહોર મારી દીધી છે. ન્યૂઝ18ને સૂત્રોના હવાલેથી મળેલા સમાચાર પ્રમાણે જિતિન પ્રસાદ પાર્ટીના હાઇકમાન્ડના નિર્ણય સાથે જશે. પરંતુ અહીં એ જાણવું જરૂરી છે કે કોંગ્રેસ શા માટે ઈચ્છી રહી છે કે જિતિન પ્રસાદ ધૌરહરાથી જ ચૂંટણી લડે?

આ પાછળનું કારણ મતદારોની સંખ્યા અને સમીકરણ છે. ધૌરહરા બેઠક પરથી કોઈ બ્રાહ્મણ ચહેરાને ઉતારીને સવર્ણોના તેમના મતો મેળવી શકાય છે. કોંગ્રેસ આવું કરીને પાર્ટીની અંદર બ્રાહ્મણોનું નેવતૃત્વ અને સવર્ણોને આકર્ષિક કરવાનો પ્રયાસ કરવાનો સંદેશ ફેલાવવા માંગે છે. લખનઉ લોકસભા બેઠકમાં આશરે 19 લાખ વોટર્સ છે. જેમાંથી 33 ટકા વોટર્સે સવર્ણો છે. જેમાં એકલા બ્રાહ્મણો જ 14.5 ટકા છે. અન્ય પછાત જાતિની સંખ્યા લગભગ 19 ટકા, મુસ્લિમો 17 ટકા, અનુસૂચિત જાતિ 13 ટકા અને સાવ પછાત જાતિઓની સંખ્યા લગભગ 10 ટકા છે.