ચીન સાથે સંબંધ ધરાવતી વધુ એપ્સ પર કદાચ પ્રતિબંધ મૂકાશે

નવી દિલ્હીઃ મોદી સરકાર વધુ ચાઇનીઝ એપ્લિકેશન્સ ઉપર પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે, એમ અહેવાલો કહે છે. કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સરહદ ઉપર ચીની લશ્કર સાથે થયેલી તંગદિલી વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતાં ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ગલવાન ખીણમાં ચીની PLA સૈનિકો સાથેની અથડાણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.

ચાઇનીઝ એપ્સને આદેશોના સખત પાલન કરવા નિર્દેશ

ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ચાઇનીઝ એપ્સને આદેશોના સખત પાલન કરવા અથવા ઉલ્લંઘનને મામલે ગંભીર કાર્યવાહીનો સામનો કરવાના નિર્દેશ આપ્યા હતા.  મંત્રાલયે સંબંધિત બધી કંપનીઓને લેખિત સ્વરૂપે કહ્યું છે કે પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે એપ ઉપલબ્ધ કરાવવી એ ITના કાયદા અને અન્ય કાયદાઓનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

અન્ય ચાઇનીઝ એપ્સને ગૂગલ પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવી

સરકારે જે પ્રતિબંધિત ચાઇનીઝ એપ્સની યાદીમાં સામેલ કરી છે, એ અન્ય ચાઇનીઝ એપ્સ ક્લબ ફેક્ટરી, SHAREit, Likee, Mi Video Call (Xiaomi), Weibo, Baidu, BIGO LIVE અને એપ છે.

અધિકારીઓએ કહ્યું હતું કે  Helo Lite, ShareIt Lite, Bigo Lite અને VFY Liteને પહેલાંથી ગૂગલ પ્લેસ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. ખાસ કરીને આ એપ્લિકેશન પહેલેથી જ પ્રતિબંધિત એપ્લિકેશન છે.

Tiktok અને Weibo એપ પછી મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષા બાબતે વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે.

IT મંત્રાલયના જણાવ્યા મુજબ આ પગલું ભારતીય મોબાઇલ યુઝર્સના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે.