નવી દિલ્હીઃ દેશનું દુર્ભાગ્ય છે કે રોડ દુર્ઘટનાઓની સંખ્યા સતત વધી રહી છે. રસ્તા દુર્ઘટનાઓને લઈને ભારતનો રેકોર્ડ ગંદો છે, એણે વિશ્વ સંમેલનોમાં મોં છુપાવવું પડે છે, એમ પ્રશ્નકાળ દરમ્યાન પૂરક સવાલોનો જવાબ આપતાં રોડ ટ્રાન્સપોર્ટપ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું. તેમણે સ્વીકાર કર્યો હતો કે પદભાર ગ્રહણ કર્યા પછી તેઓ દુર્ઘટનાઓમાં મૃત્યદરને 50 ટકા ઓછો કરવામાં અને તેમના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને પૂરું કરવા માટે નિષ્ફળ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
માર્ગ અકસ્માત વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સમાજનો સહયોગ નહીં મળે, માનવીય વ્યવહાર નહીં બદલાય અને લોકોમાં કાયદાનો ડર નહીં હોય, ત્યાં સુધી માર્ગ અકસ્માતો નહીં અટકે. માર્ગ અકસ્માતમાં દર વર્ષે 1.7 લાખ લોકોનાં મોત થાય છે. આટલા લોકો ન તો લડાઈમાં મરે છે, ન કોવિડમાં મર્યા હતા અને ન તો તોફાનોમાં મરે છે. મારે વિશ્વ સંમેલનોમાં મોઢું સંતાડવું પડે છે. અકસ્માતને લઈને સૌથી ખરાબ રેકોર્ડ આપણો છે, એમ તેમણે કહ્યું હતું.
📍 नई दिल्ली | लोक सभा
सड़क दुर्घटना में होने वाली मौतों के आंकड़ों के संबंध में केंद्रीय मंत्री श्री @nitin_gadkari जी का उत्तर। #QuestionHour #LokSabha #WinterSession2024 pic.twitter.com/8Bx8PtHHtj
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) December 12, 2024
તેમણે સાંસદોને કહ્યું હતું કે માર્ગ અકસ્માતને રોકવા માટે પોતાના સ્તરે પ્રયાસ કરો અને પરિવહન વિભાગના સહયોગથી શાળા વગેરેમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરો. નીતિ આયોગના રિપોર્ટ મુજબ માર્ગ અકસ્માતના શિકાર 30 ટકા લોકોનાં મોત લાઇફ સેવિંગ ટ્રીટમેન્ટ ન મળવાને કારણે થાય છે.
તેમણે ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રણાલીમાં સુધારાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે દુનિયામાં જ્યાં સરળતાથી ડ્રાઇવિંગ લાઇસન્સ બની જાય છે, તે દેશનું નામ ભારત છે.