લખનઉઃ આઈપીએસ અધિકારી ડો. અજય પાલ શર્મા ઘણીવાર વિવાદોમાં આવતા હોય છે અને તેઓ ખૂબ ચર્ચામાં રહેતા એક અધિકારી છે. સોશિયલ મીડિયા પર તેમને દબંગ, એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ અને સિંઘમ જેવા નામોથી બોલાવવામાં આવે છે. ચર્ચાની સાથે વિવાદો સાથે પણ અજય પાલનો જૂનો સંબંધ છે. એ એન્કાઉન્ટર્સ પર પણ સવાલો ઉઠ્યા છે કે જેમાં તેઓ જોડાયેલા હતા. આ સીવાય લાંચ, ટ્રાન્સફર માટે સેટિંગ જેવા વિવાદોમાં પણ અજય પાલ શર્મા પર આંગળીઓ ચિંધાઈ છે. તાજેતરમાં જ સસ્પેન્ડ થયેલા આઈપીએસ વૈભવ કૃષ્ણના રિપોર્ટમાં અજય પાલ શર્માનું પણ નામ હતું બાદમાં તેમને રામપુરના એસપીના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. હવે અજય પાલ શર્મા પોતાની કથીત પત્નીના કારણે વિવાદોમાં આવ્યા છે.
પોતાને અજયની પત્ની ગણાવતી એક મહિલા દીપ્તિ શર્માએ લખનઉની હજરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. રિપોર્ટ નોંધાવનારી અને વકીલ દીપ્તિ શર્માએ ફરિયાદમાં લખાવ્યું છે કે, તેમને હેરાન કરવા માટે અજય શર્માએ ઘણા કેસ નોંધાવ્યા છે. અત્યારે દીપ્તિ જેલમાં બંધ છે.
અજય પાલ શર્મા પર આરોપ છે કે તેમણે ગેંગસ્ટરના આરોપી કથીત પત્રકાર ચંદન રાય સાથે મેરઠમાં તેનાતી માટે 80 લાખ રુપિયાની લેવડ-દેવડની વાત કરી. આ મામલે બે ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. આરોપ છે કે ચંદન રાયે અજય પાલ શર્માના પોસ્ટિંગ માટે લખનઉના અતુલ શુક્લા અને સ્વપ્નિલ રાય સાથે વાત કરી છે, આના પણ પૂરાવા છે. એક આરોપી નીતિશને નોએડા પોલીસના આવવા પહેલા ભાગી જવા માટે થયેલી વાતચીતના પણ પૂરાવા છે.
આ સિવાય જે મહિલાએ અજય પાલ શર્માના નોએડા એસપી રહેતા સમયે તેમના પર શારીરિક શોષણના આરોપો લગાવ્યા હતા તેને ખોટા કેસમાં ફસાવવા, ચંદન રાય દ્વારા પોલીસ કસ્ટડીમાં રાખેલા તેના મોબાઈ ફોનથી ફોટો, વિડીયો અને અન્ય વસ્તુઓ ડિલીટ કરાવવા માટે થયેલી વાતના પણ પૂરાવા મળ્યા છે. આ તમામ પુરાવા સાઈબર ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા પકડાયેલા ચારેય કથી પત્રકારોના મોબાઈલ ફોનની તપાસ કર્યા બાદ સામે આવ્યા છે.
વર્ષ 2011 ના આઈપીએ ઓફિસર ડો. અજય પાલ શર્માને વિવાદો સાથે જૂનો બંસંધ છે. જો કે, આ સરકારમાં એસપી શામલી રહેતા સમયે તાબડતોબ એન્કાઉન્ટર કરવાને લઈને અજય પાલ શર્મા સરકારની આંખોનો તારો બની ગયા હતા. અજય પાલ શર્માને ઈનામમાં નોએડા જિલ્લાનું નેતૃત્વ મળ્યું હતું પરંતુ ત્યાં કરેલા તેમના મોટાભાગના એન્કાઉન્ટર વિવાદોમાં આવ્યા છે. કોલ સેન્ટરના સંચાલક પાસેથી આશરે 80 લાખ રુપિયાની લાંચનો મોટો મામલો હતો. તત્કાલીન ડીજીપી ઓ.પી.સિંહના હસ્તક્ષેપ બાદ કોલ સેન્ટરના સંચાલકની રકમ પાછી આપવામાં આવી હતી.
એક મહિલા પત્રકારે પણ અજય પાલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલાની ફરિયાદ સીએમ સુધી પહોંચી હતી. નોએડામાં ફરજ દરમિયાન ડો. અજય પાલ શર્માની કાર્યશૈલીને લઈને સીએમ યોગી આદિત્યનાથે એક વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન તેમને ટકોર પણ કરી હતી. આના કેટલાક મહિના બાદ અજય પાલને નોએડામાંથી હટાવી દેવામાં આવ્યા હતા. કેટલાક દિવસ સાઈડમાં રાખ્યા બાદ તત્કાલીન ડીજીપી ઓ.પી.સિંહે તેમને ફરીથી રામપુરના એસપી બનાવ્યા હતા. જો કે, આ દરમિયાન પણ ચર્ચા સામે આવી હતી કે, અજય પાલ શર્મા કોઈ મોટા જિલ્લામાં ફરજ માટે લાગેલા છે.બાદમાં વૈભવ કૃષ્ણના તપાસ રિપોર્ટમાં એ વાત સામે આવી કે અજય પાલ શર્મા કથિત પત્રકારો દ્વારા મેરઠમાં ફરજ માટે 80 લાખ રુપિયાની લેવડ-દેવડની વાત કરી રહ્યા હતા.