કોલકાતાઃ શહેરમાં એક કોન્સર્ટ પછી કેકેના નામથી મશહૂર ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના ચોંકાવનાર મોતના સમાચાર આવ્યાના કેટલાક કલાકો પછી તેમનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ અસ્વસ્થ જોવા મળ્યા હતા, જેથી તેમને જલદી કાર્યક્રમમાં બહાર લઈ જવામાં આવ્યા હતા. તેમને છાતીમાં દુખાવો થતો હતો અને હોસ્પિટલ લઈ જતા સમયે તેમનું મોત થયું હતું. કોલકાતા પોલીસે તેમનું અકુદરતી મોતનો કેસ નોંધ્યો હતો. આ કેસ ન્યુ માર્કેટમાં નોંધવામાં આવ્યો હતો. KK એક શોમાંથી પરત ફર્યા પછી ન્યુ માર્કેટ સ્ટેશન ક્ષેત્રની ગ્રાન્ડ હોટેલમાં પડી ગયા હતા અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.
તેમના ચહેરા અને માથામાં ઇજાનાં નિશાંન હતાં. મોતનું કારણ માલૂમ કરવા માટે કોલતાતાની SSKM હોસ્પટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. તેમના મોતનું સાચું કારણ જાણવા કોલકાતાની SSKM હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસ હોટલ કર્મચારીઓ અને કાર્યક્રમના આયોજકો સાથે પણ વાત કરશે.
કેકેએ પ્રોફેશનલ ગાયક તરીકે એઆર રહેમાનના સુપરહિટ ગીત ‘કલ્લુરી સાલે’ અને ‘હેલો ડોક્ટર’ની સાથે બ્રેક મળ્યો હતો. બોલીવૂડમાં તેમણે ગુલઝારની ‘માચિસ’થી ‘છોડ આયે હમ ગીત’નો એક નાનકડો હિસ્સો ગાયો હતો. જોકે તેમનું પહેલું બોલીવૂડનું ગીત 1999માં ‘હમ દિલ દે ચૂકે સનમ’નું બહુ લોકપ્રિય ‘તડપ તડપ’ હતું.