દેશે અત્યારે અમારી સરકારનું બસ ટ્રેલર જોયું છે, ફિલ્મ તો હજી બાકી છેઃ વડાપ્રધાન

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારના મામલાઓમાં તાજેતરમાં જ પૂર્વ ગૃહ અને નાણાપ્રધાન પી.ચિદમ્બરમ પર થયેલી કાયદાકીય કાર્યવાહી તરફ ઈશારો કરતા કહ્યું કે, તેમની સરકારે બીજી ઈનિંગ શરુ કરતા જ ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણાયક લડાઈ શરુ કરી દીધી છે. ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા લોકોને તેમની સાચી જગ્યાએ પહોંચાડવાનું કામ તેજીથી ચાલી રહ્યું છે. કેટલાક લોકો પોતાની યોગ્ય જગ્યાએ પહોંચી પણ ગયા છે, વડાપ્રધાને કહ્યું કે અમારી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈની પ્રતિબદ્ધતા અટલ છે.

કેટલાક લોકોએ આ દેશમાં પોતાને કાયદો અને કોર્ટથી ઉપર સમજી લીધા હતા. આજે એ જ લોકો કોર્ટ પાસેથી જમાનત માંગી રહ્યા છે, તેમણે કહ્યું કે અન્ય ભ્રષ્ટાચારીઓ પર પણ જલ્દી જ કાયદાનો ગાળીયો કસવા તરફ ઈશારો કરતા કહ્યું કે હજી તો માત્ર શરુઆત થઈ છે, હજી ઘણું કામ બાકી છે. વડાપ્રધાન મોદીને ગુરુવારના રોજ રાંચીએ આતંકવાદ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણયક લડાઈ, મુસ્લિમ મહિલાઓના હિતોની રક્ષા તેમજ જમ્મૂ-કાશ્મીરના વિકાસ ઉપાયો સહિત પોતાની સરકારના પ્રથમ 100 દિવસમાં ભરવામાં આવેલા પગલાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, આ તમામ મામલાઓમાં દેશે અત્યારે તેમની સરકારનું બસ ટ્રેલર જોયું છે, આખી ફિલ્મ તો હજી બાકી છે.

વડાપ્રધાને ઝારખંડ વિધાન સભાના નવા ભવનના ઉદ્ઘાટન બાદ સાહેબગંજમાં મલ્ટી મોડલ બંદરગાહનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે ઝારખંડ જ નહી પરંતુ દેશના વિકાસમાં ખૂબ મહત્વપૂર્ણ હશે. તેમણે કહ્યું કે આજે દેશ જેટલી તેજીથી આગળ વધી રહ્યો છે, દરેક ક્ષેત્રમાં દેશ વિકાસ કરી રહ્યો છે, તેમની ગતિથી ઈતિહાસમાં દેશ ક્યારેય ચાલ્યો નથી. વડાપ્રધાને કહ્યું કે દરેક ક્ષેત્રમાં દેશ વિકાસ કરી રહ્યો છે, અને ગરીબો અને ખેડુતોની કલ્યાણકારી યોજનાઓ તેજીથી લાગૂ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાને ત્રણ તલાક જેવી પ્રથાથી મુસ્લિમ મહિલાઓના હિતોની રક્ષા માટે સંસદના પ્રથમ સત્રમાં જ કાયદો પારિત થયો, એ તરફ ધ્યાન અપાવતા કહ્યું કે, મારી સરકારે પ્રથમ 100 દિવસમાં જ મુસ્લિમ બહેનોના હિતોની રક્ષા માટે આ મોટુ પગલું ભર્યું જ્યારે પ્રમુખ વિપક્ષોએ સરકારનો સાથ ન આપ્યો. આ જળમાર્ગ વિકાસ પરિયોજના અંતર્ગત ગંગા નદી પર બનાવવામાં આવી રહેલા ત્રણ મલ્ટી-મોડલ ટર્મિનલોમાં બીજું ટર્મિનલ છે. આ પહેલા નવેમ્બર 2018માં વડાપ્રધાને વારાણસીમાં પહેલા મલ્ટી-મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ કહ્યું કે મલ્ટી-મોડલ ટર્મિનલથી આ ક્ષેત્રમાં આશરે 600 લોકો માટે પ્રત્યક્ષ રોજગાર અને આશરે 3000 લોકો માટે અપ્રત્યક્ષ રોજગારનું સર્જન થવાની આશા છે. નવા મલ્ટી-મોડલ ટર્મિનલ દ્વારા સાહેબગંજમાં રોડ-રેલ પરિવહન સંયોજનથી અંદરના વિસ્તારોનો આ ભાગ કોલકત્તા અને હલ્દિયા અને તેનાથી આગળ બંગાળની ખાડી સાથે જોડાઈ જશે. આ સીવાય સાહેબગંજ નદી-સમુદ્ર રુટથી બાંગ્લાદેશ થતા પૂર્વોત્તર રાજ્યોથી આ જોડાઈ જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]