મણિપુર પહોંચ્યા INDIAના સાંસદઃ હિંસા પીડિતોથી કરશે મુલાકાત

ઇમ્ફાલઃ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુસિવ એલાયન્સ (INDIA) ના ઘટક પક્ષોના 21 સાંસદો હિંસા પ્રભાવિત મણિપુરની બે દિવસીય યાત્રાએ પહોંચ્યા હતા. આ સાંસદ જાતીય હિંસાથી અસરગ્રસ્ત રાજ્યમાં વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કરશે. આ પ્રતિનિધિ મંડળ સમીક્ષાને અનુસરા મણિપુરની સમસ્યાઓના સમાધાન માટે સરકાર અને સંસદને સૂચનો કરશે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ નાસિર હુસૈને કહ્યું હતું કે 16 પક્ષોના સાંસદ રાજ્યના હિંસા પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લેશે અને પહાડી વિસ્તારોમાં લોકોને મળશે.

નાસિર હુસેન મુજબ સાંસદની સ્થિતિની સમીક્ષા કરવા માટે બંને જગ્યાએ બે રાહત શિબિરોની પણ મુલાકાત લેશે. તેમણે જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળ મણિપુરના રાજ્યપાલ અનુસુઇયા ઉઇકે સાથે પણ રવિવારે મુલાકાત કરશે.

આ પ્રતિનિધિ મંડળમાં વિવિધ પક્ષોના સાંસદ સામેલ છે. વિપક્ષના ડેલિગેશનને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં ટીમ-A અને  B. ટીમ Aમાં 10 સભ્યો છે, જ્યારે ટીમ B માં 11 સભ્યો છે.

વિપક્ષના સભ્યો જે વિસ્તારોમાં જશએ, એમાં ચુરાચાંદપુર, ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમમાં રાહત શિબિર, મોઇરાંગ રાહત શિબિર સામેલ છે. સાસદ આ મુલાકાત વખથે એક રિપોર્ટ તૈયાર કરશે અને પછી સંસદમાં એના પર ચર્ચાની માગ કરશે.

તૃણમૂલ કોંગ્રેસના નેતા દેવે કહ્યું હતું કે વિપક્ષી પ્રતિનિધિ મડળ એ સંદેશ આપવા ઇચ્છે છ કે અમે મણિપુરના લોકોની સાથે છે. તેમણે કહ્યું હતું કે અમે ચિંતિત છીએ. અમે ઇચ્છીએ છીએ કે મણિપુરમાં ફરીથી શાંતિ સ્થપાય.