શ્રીમંત બનતાં પહેલાં જ ભારત વૃદ્ધ થશેઃ NFHS

નવી દિલ્હીઃ ભારતની સાથે એક નવી સમસ્યા એ છે કે દેશ શ્રીમંત થતાં પહેલાં વૃદ્ધ થશે. જોકે આ વાત ચીનના સંદર્ભે કહેવામાં આવતી હતી, પણ ભારત હવે આ સમસ્યાનો સામનો કરવા તરફ વધી રહ્યું છે. વર્ષ 2050 સુધી ભારતની વસતિ 160 કરોડે પહોંચી જવાની અપેક્ષા છે. દેશની વસતિમાં એ પછી ધીમે-ધીમે ઘટાડો થવા લાગશે. વર્ષ 2100 સુધીમાં ભારતની વસતિ 100 રહી જશે. જોકે તેમ છતાં એ ચીનની તત્કાલીન વસતિ કરતં આશરે 25 કરોડ વધુ હશે. એક અંદાજ મુજબ ભારતની વસતિ જલદી પિક પર પહોંચી જશે. જોક ભારત આગામી કેટલાંક વર્ષો સુધી એક યુવા દેશ બન્યો રહેશે.
વાસ્તવિકતા એ છે કે ભારતમાં લોકોની સરેરાશ ઉંમર ધારણા કરતાં વધુ જલદી વધવાની શરૂ થઈ જશે. ભારતના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) દ્વારા આ બાબત જાણવા મળી છે. ભારતીય મહિલાઓ હવે માત્ર બે બાળકો જ પેદા કરવા ઇચ્છે છે. જે વાસ્તવમાં 2.1ના રિપ્લેસમેન્ટ રેટ કરતાં ઓછી છે. કોઈ પણ દેશની વસતિ કેટલીય પેઢીઓ સુધી આ રિપ્લેસમેન્ટ રેટના હિસાબે વસતિ વધારે છે.

દેશમાં સર્વેના આંકડા બતાવે છે કે દેશમાં બાળકોમાં પોષણની સ્થિતિ ગંભીર છે. એમાં ઝડપથી સુધારો નથી થઈ રહ્યો. વર્ષ 2015-16 પછી પાંચ વર્ષોમાં દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં બાળકોમાં પોષણની સ્થિતિ બગડેલી છે. ભારતમાં શિક્ષણની પદ્ધતિ બગડેલી છે. ભારતની કંપનીઓ કુશળ કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. કોલેજ સ્નાતકોમાં બેરોજગારીનો દર 20 ટકા છે. એ રાષ્ટ્રીય સરેરાશથી ત્રણ ગણો વધુ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]