કોંગ્રેસનાં બેવડાં ધોરણઃ ગહેલોત સરકારે અદાણીને જમીન ફાળવી

નવી દિલ્હીઃ દેશના વડા પ્રધાન 24 કલાક એ જ વિચારે છે કે અદાણી અને અંબાણીને  તેઓ શું આપે. ચાલો, આજે એરપોર્ટ આપી દઈએ, આજે ખેડૂતોના ખેતર આપી દઈએ… એવા જયપુરમાં 12 ડિસેમ્બરે કોંગ્રેસની ‘મોંઘવારી હટાવો’ રેલીમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવ્યા હતા, પણ એના ચાર દિવસ પછી ગહેલોત સરકારે અદાણી ગ્રુપને 1600 હેક્ટર જમીન આપવાનો નિર્ણય લીધો છે. ગહેલોત પ્રધાનમંડળની બેઠકમાં 1500 મેગાવોટનો સોલર પાર્ક બનાવવા માટે અદાણી ગ્રુપને જમીન આપવાના નિર્ણય પર મહોર મારી છે. જે પછી રાહુલ ગાંધીના વિરોધાભાસી વલણ અને ચાવવાના અલગ અને દેખાડવાના દાંત બાબતે ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

અદાણી ગ્રુપે અને રાજસ્થાન સરકારે એક સંયુક્ત સાહસ હેઠળ કંપની બનાવી રાખી છે. હવે એ કંપનીને જમીન ફાળવવામાં આવશે. કેબિનેટ બેઠકમાં રાજસ્થાન સરકારેના સંયુક્ત સાહસની કંપનીને અદાણી રિન્યુએબલ એનર્જી પાર્કને જિલાવાર જમીન વિભાજિત કરવામાં આવી હતી. સોલર પાર્ક માટે જેસલમેરના ભીમસર, માધોપુરા, સદરાસર ગામમાં 1324.14 હેક્ટર, બાટયાડુ અને નેડાન ગામમાં 276.86 હેક્ટર જમીન આપવા માટે સહમતી સાધવામાં આવી છે. રેવન્યુ વિભાગથી જોડાયેલા પાંચ મુદ્દા પર નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં ચાર નિર્ણય અદાણી ગ્રુપની કંપનીને જમીન ફાળવવાથી સંકળાયેલા હતા.

ગહેલોત સરકારના અદાણી ગ્રુપને જમીન આપવાના નિર્ણયથી સોશિયલ મિડિયા પર કોંગ્રેસનાં બેવડાં ધોરણને લઈને લોકોએ કેટલાય પ્રકારની પ્રતિક્રિયાઓ સોશિયલ મિડિયા પર આપી રહ્યા છે.