ભારત 50 દેશોને કોવિન ટેક્નોલોજી મફતમાં આપશે

નવી દિલ્હીઃ ભારત સરકાર મધ્ય એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના 50 જેટલા દેશોને કોવિન ટેક્નોલોજી મફતમાં પૂરી પાડશે. ભારત સરકારે આ પ્લેટફોર્મ નાગરિકોને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી આપવાની કામગીરીના સંચાલન માટે તૈયાર કર્યું છે.

રસીકરણ કાર્યક્રમ માટે કોવિન પોર્ટલ પોર્ટેબિલિટી તથા તમામ નાગરિકોની માહિતીના સંગ્રહની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી અનોખા પ્રકારનું છે. દરેક નાગરિક રસી લેવા માટે પોતાનું નામ રજિસ્ટર કરાવે એ માટે પ્રક્રિયા અત્યંત સરળ છે અને આ પોર્ટલ પ્રત્યેક નાગરિકને ઉપલબ્ધ થાય છે.