દેશના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાં અને વીજળી પડવાની ચેતવણી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે 11 મેથી લઈને 15 મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડાં સાથે વરસાદની આગાહી કરી છે. કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં મોટાભાગની જગ્યાઓ પર મધ્યમ પ્રમાણમાં વરસાદ નોંધાઈ શકે છે. તો આ સાથે જ પશ્ચિમ બંગાળ અને સિક્કિમ માટે 12 મે અને 13 મેના રોજ વાવાઝોડું અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારત માટે હવામાન વિભાગ દ્વારા 12 મે થી લઈને 16 મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડીડીજીએમ બીપી યાદવ અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતમાં એક બાદ એક 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની અસર દેખાડી રહ્યાં છે. આના કારણે મેદાની વિસ્તારો સાથે જ પહાડી વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાશે. 11 મે પહેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાવાની શરુ થઈ ગઈ છે.

આના કારણે પશ્ચિમી રાજસ્થાનથી લઈને પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વાદળોની આવનજાવન વધી જશે. ઘણી જગ્યાઓ પર સામાન્ય વરસાદ શરુ થશે અને આ સાથે જ તેજ હવાઓ પણ લોકોને પરેશાન કરશે. તેમણે જણાવ્યું કે વરસાદ સાથે વીજળીનું સંકટ પણ છે. ત્યારે એ વાતની આશંકા છે કે ઘણી જગ્યાઓ પર વરસાદ સાથે વીજળી પણ પડી શકે છે, એટલે લોકોને સતર્ક રહેવું પડશે.

વાતાવરણમાં આવેલા બદલાવના કારણે ઉત્તર પશ્ચિમ ભારતથી લઈને પૂર્વી ભારત અને મધ્ય ભારત સુધીના લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થશે. ત્યારે એવું અનુમાન છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે લઈ જશે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર હરિયાણા, ચંદીગઢ, અને દિલ્હીમાં 11 મેના રોજ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. તો આ સાથે જ વરસાદ થવાની પણ શક્યતાઓ છે. ત્યારબાદ 13 મે અને 14 મેના રોજ આ તમામ વિસ્તારોમાં બીજીવાર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાવાઝોડા અને વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

ઉત્તરાખંડની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું કે 11 મેના રોજ અહીં વરસાદ, વાવાઝોડા સાથે ક્યાંક બરફના કરા પડવાની શક્યતાઓ છે. અહીંયા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તેજ હવાઓ ચાલશે. આ સ્થિતી 12,13 અને 14 મેના રોજ પણ બનેલી રહેશે. હવામાન વિભાગનું કહેવું છે કે ગઢવાલ અને કુમાઉ બંન્ને વિસ્તારોમાં મધ્યમ વરસાદની પૂર્ણતઃ શક્યતાઓ છે. વરસાદનો ક્રમ 18 મે સુધી ચાલુ રહેશે.

હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીંયા 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઘણા વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બરફ અથવા તો કરા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ સ્થિતી અહીંયા 17 મે સુધી રહેવાની શક્યતાઓ છે. આ પ્રકારે જમ્મૂ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તેજ હવાઓની સાથે વાવાઝોડા અને વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે અહીંયા 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતીથી હવાઓ ઘણા વિસ્તારોમાં નોંધવામાં આવશે.

બદલાયેલા વાતાવરણની સૌથી વધારે ગરમી ઓછી કરવાના દ્રષ્ટિકોણથી રાજસ્થાનમાં જોવા મળશે. અહીં પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાનમાં મોટાભાગની જગ્યાઓ પર વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. પૂર્વાનુમાન અનુસાર રાજસ્થાનમાં વાવાઝોડાની ગતિ 40 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની થવાની શક્યતાઓ છે. આ સ્થિતિ આવનારા 7 દિવસ સુધી જળવાઈ રહે તેવી શક્યતાઓ છે. આ પ્રકારનું વાતાવરણ પંજાબ અને હરિયાણામાં પણ જોવા મળશે.