ભીડમાં ભાગદોડને લીધે મોતનું કેન્દ્ર બની રહ્યું છે ભારત

 નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ વર્ષ 1900 પછી અત્યાર સુધી ભાગદોડને કારણે ઘટનાઓનો એક ડેટાબેઝ તૈયાર કર્યો છે. આ ડેટાબેઝ 1900થી 2019ની વચ્ચે થયેલી 281 ઘટનાઓને સામેલ કરવામાં આવી છે, જેમાં કમસે કમ એક વ્યક્તિનું મોત થયું હોય અથવા 10થી વધુ લોકો ઘાયલ થયા હોય. 

સંશોધનકર્તાઓ કહે છે કે છેલ્લાં 20 વર્ષોમાં ભીડને કારણે થતી દુર્ઘટનાઓની સંખ્યા વધી રહી છે. 1990થી 1999ની વચ્ચે પ્રતિ વર્ષ સરેરાશ ત્રણ એવી ઘટનાઓ બની હતી, જે 2010થી 2019ની વચ્ચે વધીને 12 વર્ષ પ્રતિ વર્ષ થઈ ગઈ હતી.જાપાનની ટોક્યો યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ક્લાઉડિયો ફેલિચિયાની અને ઓસ્ટ્રેલિયાની ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના ડો. મિલાદ હાગાની આ શોધસેફ્ટી સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.

ડો. હાગાનીએ કહ્યું હતું કે છેલ્લાં 20 વર્ષોમાં ભાગદોડ વગેરેની ઘટનાઓમાં 8000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 15,000થી વધુ લોકો ઘાયલ થયા છે. સમયની સાથે-સાથે સ્પોર્ટ્સની ઘટનાઓમાં દુર્ઘટનાઓ ઓછી થઈ છે અને ધાર્મિક આયોજનોમાં એવી ઘટનાઓ વધી છે. વર્ષ 2000થી 2019ની વચ્ચે વિશ્વમાં જેટલી ઘટનાઓ બની છે, એમાં 70 ટકા ભારતમાં થઈ હતી અને એ ધાર્મિક આયોજનોથી સંબંધિત હતી. એમાંથી મોટા ભાગની ઘટનાઓ નદી કે પાણીના અન્ય સ્રોતના કિનારે થઈ હતી. મોટી સંખ્યામાં પૂલો, નદીના કિનારા ને બસ અથવા ટ્રેન સ્ટેશનો પર થઈ હતી.