શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 28-ફેબ્રુઆરી સુધી

નવી દિલ્હીઃ ભારતમાં ઉડ્ડયન ક્ષેત્ર માટેની નિયામક સંસ્થા ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી ગયા હોવાથી દેશમાં શેડ્યૂલ્ડ કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. એર બબલ વ્યવસ્થા હેઠળની સમજૂતીઓ તથા ‘મિશન વંદે ભારત’ અંતર્ગતની તમામ ફ્લાઈટ્સનું સંચાલન યથાવત્ રહેશે.

એવી જ રીતે, કાર્ગો ફ્લાઈટ્સ પણ અગાઉની વ્યવસ્થા મુજબ ચાલુ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]