નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારએ નક્કી કર્યું છે કે ભવિષ્યમાં દેશમાં જો કોઈ આતંકવાદી ઘટના બનશે છે તો તેને યુદ્ધનો ભાગ એટલે કે “એક્ટ ઓફ વોર” ગણવામાં આવશે. આવી સ્થિતિમાં હવે ભારત પાકિસ્તાન તરફથી પ્રાયોજિત આતંકવાદ સામે વધુ કડક હાથે પગલાં ભરશે.
ભારતે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં તેની જમીન પર જો કોઈ પણ આતંકવાદી હુમલો થાય તો તેને ભારત વિરુદ્ધ યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે અને તેનો જવાબ પણ યુદ્ધ જેવી રીતે જ આપવામાં આવશે. જો પાકિસ્તાનમાં ઊભા થયેલા અથવા ત્યાંથી રહેલા આતંકવાદીઓ તરફથી કોઈ આવી હરકત થશે તો ભારત તેને પાકિસ્તાન સરકાર અને ત્યાંની સેના તરફથી ભારત સામે જાહેર યુદ્ધ તરીકે માનશે
હકીકતમાં, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 27 હિન્દુઓના હત્યા કાંડ બાદ ભારત સરકારની નીતિમાં આ મોટો બદલાવ આવ્યો છે. આ ઘટનાના જવાબમાં ભારતીય સેના એ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરનાં નવ ઠેકાણાંઓ પર બોમ્બવર્ષા કરી છે. જેમાં અનેક આતંકવાદી માર્યા ગયા છે.
Jai hind 🇮🇳
“Pakistani army moving it’s troops in forward areas any future act of terror will be considered an Act of War against India and will be responded accordingly.. pic.twitter.com/HKXz8RNPDQ
— Wc Vyomika Singh (@WcVyomikaSing) May 10, 2025
ભારતની આ કાર્યવાહીને કારણે પાકિસ્તાન ગભરાઈ ગયું છે. તે વારંવાર ભારતીય સૈન્ય ઠેકાણાંઓ અને અન્ય સ્થળોએ મિસાઇલ હુમલાની કોશિશ કરી રહ્યો છે. પણ ભારતની મજબૂત ડિફેન્સ સિસ્ટમ આ હુમલાઓને નિષ્ફળ બનાવી રહ્યું છે. પાકિસ્તાન LOC પર પણ ભારે ગોળીબાર કરી રહ્યું છે. જોકે ભારત પણ પાકિસ્તાનના દરેક હુમલાનો મજબૂત જવાબ આપી રહ્યું છે.
