દેશની આ 87 પ્રાઈવેટ લેબમાં થશે કોરોના વાયરસનો ટેસ્ટ

નવી દિલ્હીઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કોરોના વાયરસના ટેસ્ટ કરવા માટે 87 જેટલી પ્રાઈવેટ લેબનું લિસ્ટ જાહેર કર્યું છે. 15 રારજ્યોમાં સ્થાપિત 87 જેટલી લેબમાંથી સૌથી વધારે 20 કોરોના વાયરસ ટેસ્ટ લેબ મહારાષ્ટ્રમાં છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમિત કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્યો પૈકી એક છે. મહારાષ્ટ્ર સિવાય 12 લેબ તેલંગાણા, 11 લેબ દિલ્હીમાં, 10 તમિલનાડુમાં, 7 હરિયાણામાં, પશ્ચિમ બંગાળમાં 6, કર્ણાટકમાં 5, ગુજરાતમાં 4, અને કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં 2 અને ઉત્તરાખંંડ તેમજ ઓડિશામાં એક-એક લેબ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, 21 એપ્રીલના રોજ રાત્રે 9 વાગ્યા સુધી દેશમાં 4 લાખ 47 હજાર 812 વ્યક્તિઓના કુલ 4,62,621 જેટલા સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ સિવાય 21 એપ્રીલના રોજ રાત્રે 9 વાગ્યા સુધી 26,943 સેમ્પલ લેવામાં આવ્યા છે.

કોવિડ-19 ની સારવાર માટે સાજા થઈ ચૂકેલા દર્દીઓના લોહીના પ્લાઝમા થેરેપીનનો ઉપયોગ કરવામાં કોઈ ભારતીય સંસ્થાનોએ રુચી દેખાડી છે. આઈસીએમઆરને આવી 99 જેટલી અરજીઓ મળી છે કે જે સારવારને વધારે નિયંત્રિત અને સુરક્ષિત વાતાવરણમાં પ્રયોગ કરીને જોવામાં સહયોગ કરવામાં ઈચ્છુક છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 50 લોકોના મોત થયા છે જ્યારે 1 હજાર 383 નવા કેસો સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાન વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 19,989 થઈ ગઈ છે. આમાંથી 3869 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે અત્યારસુધીમાં કુલ 640 લોકોના જીવ ગયા છે.