નવી દિલ્હીઃ બબિતા ફોગાટે ટ્વીટ કર્યા પછી ભારે વિવાદ શરૂ થયો છે. કેટલાક લોકોએ સોશિયલ મિડિયા પર તેમનું એકાઉન્ટ બ્લોક કરવાની વાત કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમના સમર્થનમાં ઊતરી આવ્યા છે. દેશની પહેલી હરોળની પહેલવાન બબિતા ફોગાટે તબલિગી જમાત પર કરેલા ટ્વીટનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે તે ઝાયરા વસીમ નથી અને ના તો એ કોઈ પણ પ્રકારની ધમકીથી ડરવાની નથી.
તેમની આ ટિપ્પણી ગુરુવારે તેમણે કરેલા નિવેદનની પ્રતિક્રિયા રૂપે આવ્યું છે, જેમાં તેમણે ટ્વિટર દ્વારા તબલિગી જમાત પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટમાં જે હેશટેગનો ઉપયોગ કર્યો હતો, એ લોકોને પસંદ ના આવ્યું.
બબિતા ફોગાટે એક વિડિયો સંદેશ આપ્યોઃ હું કંઈ ઝાયરા વસીમ નથી
તેમણે એક વિડિયો સંદેશ જારી કરીને કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી હું કેટલાક ટ્વીટ કરું છું. ત્યાર બાદ મને સતત ધમકીઓ મળી રહી છે. કેટલાક લોકો સોશિયલ મિડિયા પર ગાળો આપી રહ્યા છે, ધમકીઓ આપી રહ્યા છે અને કેટલાક લોકો ફોન કરીને ધમકીઓ આપી રહ્યા છે. હું કંઈં ઝાયરા વસીમ નથી. હું ધમકીઓથી નથી ડરવાની. હું દેશ માટે લડી છું અને હું મારા ટ્વીટ પર કાયમ છું. જે પણ નમેં લખ્યું છે, એ કંઈ ખોટું નથી લખ્યું. આ વિડિયોની સાથે તેમણે કેપ્શન પણ લખી છે- જો તમે બબિતા ફોગાટને સપોર્ટ કરો છો તો તેમના સુધી આ વાત જરૂર પહોંચાડી દેજો અને તેમને કહેજો કે કાન ખોલીને સાંભળી લે.
શું કહ્યું હતું બબિતાએ?
અર્જુન એવોર્ડવિજેતા 30 વર્ષની મહિલા રેસલર બબિતાએ લખ્યું હતું કે કોરોના વાઇરસ ભારતની બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે, જમાતી હજી પણ પહેલા નંબરે છે. આવું લખ્યા પછી કેટલાક લોકોએ આનો વિરોધ જાહેર કર્યો હતો.
પહેલાં પણ એકાઉન્ટ સસ્પેન્ડ થયું હતું
આ મહિને પહેલાં પણ બબિતાનું એકાઉન્ટ વિવાદાસ્પદ ટવીટ્સને કારણે બ્લોક કરવામાં આવ્યું હતું. ફોગાટે પછીથી સ્પષ્ટતા કરી હતી કે તેમણે ડોક્ટરો, નર્સો અને પોલીસ પર હુમલો કરતા લોકો સામે લખ્યું હતું.