હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં થયેલી ધક્કામુક્કીમાં 121થી વધુ લોકોનાં મોત થયાં છે. કેટલાય લોકોનાં ઘર આ ભાગદોડમાં ઊજડી ગયા છે. ભોલે બાબાનું સત્સંગ મેદાન લોકો માટે કબ્રસ્તાન બની ગયું છે. આ દુર્ઘટના પછી ભોલે બાબા ફરાર છે. હવે ભોલે બાબાની સંપત્તિ પર મોટી માહિતી સામે આવી છે.
અહેવાલ અનુસાર ભોલે બાબાના આશ્રમો, ચેરિટેબલ ટ્રસ્ટને આધારે સંપત્તિનું આકલન કરવામાં આવ્યું છે. બાબાના UPના અનેક જિલ્લામાં મોટા અને ભવ્ય આલીશાન આશ્રમ છે. ટ્રસ્ટને નામે મૈનપુરી, કાસગંજ, આગ્રા, કાનપુર અને ગ્વાલિયરમાં કેટલાય મોટા આશ્રમ છે. બાબાની પાસે રૂ. 100 કરોડથી વધુની ચલ-અસલ સંપત્તિ છે.
મૈનપુરીનો એ આશ્રમ બાબાના નામ પર નથી. એને રામ કુટિર ચેરિટેબલ ટ્રસ્ટે બનાવ્યો છે. કહેવામાં આવે છે કે 200 લોકોએ એના માટે દાન કર્યું છે. આશ્રમમાં સૌથી વધુ દાન રૂ. 2.50 લાખ અને સૌથી ઓછું દાન રૂ. 10,000 બતાવવામાં આવ્યું છે.
આશ્રમની સામે 50 વીઘાની જમીન ભોલે બાબાએ લીઝ પર લઈ રાખી છે. બહાદુરનગરનો આશ્રમ આશરે 40 વીઘામાં ફેલાયેલો છે. એ સિવાય કેટલીય ધર્મશાળા પણ છે. આ સિવાય નારાયણ સાકાર હરિ ચેરિટેબલ ટ્રસ્ટને નાને સેંકડો વીઘા જમીન છે. ભોલે બાબાના ભક્તોને નામે આશરે અનેક લક્ઝરી ગાડીઓ છે.
કાનપુરના બિધનુ અલાકેના કસુઈ ગામમાં બાબાનો એક આશ્રમ છે, જે ત્રણ વીઘા જમીન છે. ઇટાવામાં 15 વીઘા જમીનમાં બાબાનો આશ્રમ છે. નોએડા સેક્ટર 87 ઇલાબાંસ ગામમાં બાબાનો આલીશાન આશ્રમ બનેલો છે. પશ્ચિમી UP સહિત રાજ્યમાં કુલ 24 આશ્રમ બાબાએ બનાવી રખ્યો છે. દરેક જિલ્લામાં ટ્રસ્ટ અને ટ્રસ્ટે કમિટી બનાવી રાખી છે. આ કમિટી સત્સંગનું આયોજન કરાવે છે.