ભાવ વધી જતાં સરકારે કાંદાની નિકાસ બંધ કરી

મુંબઈ – દેશના અનેક ભાગોમાં કાંદાની ભાવ ફરી વધી ગયા છે.

લોકોમાં બુમરાણ મચી જતાં સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે.

સરકારે તમામ વેરાયટીના કાંદાની નિકાસ પર તત્કાળ અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.

હાલ દેશના અનેક રાજ્યોમાં કાંદાનો ભાવ પ્રતિ કીલો 80 રૂપિયા પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે કે વધુ આદેશો ન મળે ત્યાં સુધી કાંદાની નિકાસ નીતિમાં ફેરફાર કરાયો છે. અત્યાર સુધી એ મુક્ત સ્વરૂપની હતી, પણ વધુ આદેશો ન મળે ત્યાં સુધી એની પર પ્રતિબંધ ચાલુ રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]