અફવાઓથી બચવા સરકારે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ ફોલો કરવાની કરી અપીલ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવ વચ્ચે, ખાસ કરીને પહેલગામ આતંકવાદી હુમલા અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને અફવાઓનો દોર શરૂ થયો છે. આવા સંવેદનશીલ સમયમાં, ભારતના સંરક્ષણ મંત્રાલયે નાગરિકોને સચોટ માહિતી મળે તે માટે પોતાની સત્તાવાર WhatsApp ચેનલ શરૂ કરી છે. સંરક્ષણ મંત્રાલયના પબ્લિક રિલેશન્સ ડિરેક્ટોરેટે આ ચેનલની શરૂઆત 7 નવેમ્બર, 2023ના રોજ કરી હતી, 10 મે, 2025ના રોજ, @SpokespersonMoDએ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં લોકોને આ ચેનલ ફોલો કરવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.

આ પોસ્ટમાં જણાવ્યું છે કે, “આ સંવેદનશીલ સમયમાં WhatsApp પર ઘણી ખોટી માહિતી અને ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યાં છે. સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલી સચોટ માહિતી માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો.” આ ઉપરાંત અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિગતો પણ આપવામાં આવી છે, જેનાથી લોકો સચોટ અને સાચી માહીત મેળવી શકે છે. X પર @SpokespersonMoD, Instagram પર @defenceminindia, Facebook પર @DefenceMinIndia, YouTube પર @DefenceMinIndia, LinkedIn પર @defenceminindia, અને Threads પર @defenceminindia