ગડકરીએ દિવ્યાંગ અનુભૂતિ સમાવેશી પાર્કની આધારશિલા મૂકી

નાગપુરઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોંમવારે દિવ્યાંગ અનુભૂતિ ઇન્કલુસિવ પાર્કનો પાયાનો પથ્થર મૂક્યો હતો. આ પાર્કમાં દ્રષ્ટિવિહીન લોકો માટે સુવિધા જનક રસ્તા-ફૂટપાથો, ટચ કરવાવાળા અને સુગંધવાળા બગીચા અને દિવ્યાંગો માટે તમામ અન્ય પ્રકારની સુવિધાઓ હશે. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીના સમાવેશી સમાજના નિર્માણના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખતાં અનુભૂતિ સમાવેશી પાર્કને વિકસિત કરવામાં આવી રહ્યો છે.

આ પાર્ક લાગણીને બદલે દિવ્યાંગો પ્રતિ હમદર્દી દેખાડશે. એટલા માટે આ પાર્કનું નામ અનુભૂતિ દિવ્યાંગ પાર્ક રાખવામાં આવ્યું છે.  તેમણે જણાવ્યું હતું કે પાર્કમાં બાળકોને રમવા માટે વિશેષ ક્ષેત્ર, હાઇડ્રોથેરેપી (શરીરને વિવિધ લક્ષણોની પાણીથી સારવાર) રૂમ, જળપ્રપાત થેરેપી, કુંભારની ચાક, સેન્સરી પાર્ક અને રંગમંચ પણ હશે.  આ પાર્કની રૂપરેખા સમજાવતાં ગડકરીએ કહ્યું હતું કે નાગપુરમાં આશરે ત્રણ લાખ દિવ્યાંગ અને પાંચ લાખ વરિષ્ઠ નાગરિક છે અને આ પાર્ક આવા લોકોનું ધ્યાનમાં રાખતાં બનાવવામાં આવી રહ્યો છે.

તેમણે આધારશિલા રાખ્યા પછી સિલસિલાબંધ ટ્વીટ કરતાં કહ્યું હતું કે એમાં સહાનુભૂતિને જગ્યાએ સમાનુભૂતિને પાર્ક દર્શિત કરશે, એટલા માટે આ પાર્કને અનુભૂતિ દિવ્યાંગ પાર્ક રાખવામાં આવ્યું છે. આ પાર્કના માધ્યમથી માત્ર દેશભરમાં જ નહીં બલકે વિશ્વમાં સમાવેશી સમાજનો સંકલ્પનો સંદેશ પહોંચશે.