યુટ્યુબ પર વિડિયો અપલોડ કરીને કમાણી કરતા ગડકરી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક વાત વારંવાર કહે છે કે આપત્તિમાં અવસર…કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એને આત્મસાત્ કરી છે. તેમણે કોરોના રોગચાળાના કાળમાં કમાણીનો વધુ એક રસ્તો શોધી કાઢ્યો છે. ઇન્દોરમાં કેટલાય રોડ પ્રોજેક્ટનું ઉદઘાટન અને પાયાનો પથ્થર મૂકતા આ વાત કહી હતી. આમ જ રમતાં-રમતાં શરૂ કરવામાં આવેલું કામ હવે પ્રતિ મહિને તેમને રૂ. ચાર લાખ આપીને જઈ રહ્યું છે.

ગડકરીએ કોરોના લોકડાઉનની વાર્તા સંભળાવી હતી. બે ચીજવસ્તુ મને કોવિડે આપી હતી, જે હું શેર કરી રહ્યો છું. હું ઘરમાં યુટ્યુબ પર જોતાં અનેક આઇટમ બનાવું છું અને બીજી ચીજમાં વિડિયો કોન્ફરન્સથી બોલવા લાગ્યો તો વર્લ્ડમાં અમેરિકા, ન્યુ ઝીલેન્ડ, જર્મની, યુનિવર્સિટીઝ… એટલી જગ્યાએ ભાષણ આપવાની તક મળી. મેં ક્યારેય કલ્પના નહોતી કરી. આજે મને પ્રતિ મહિને રૂ. ચાર લાખ મળે છે.

ભારત માલા હેઠળ 1350 કિલોમીટર લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે બની રહ્યો છે. જાન્યુઆરી, 2023 સુધી એક્સપ્રેસ-વે પર રૂ. 90,000 કરોડ ખર્ચ કરવામા આવશે. એ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાજત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે. હવે દિલ્હી અને અમૃતસરની વચ્ચે ચાર કલાકમાં, દિલ્હીથી કટરાનું અંતર છ કલાકમાં, દિલ્હીથી મુંબઈનું અંતર 12 કલાકમાં કપાશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રે-વે દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. ગડકરીએ કહ્યું હતું કે રૂ. 9577ના ખર્ચે કુલ 1356 કિલોમીટર લાંબા રસ્તાના પ્રોજેક્ટોનું લોર્કાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. મારા કાર્યકાળમાં મધ્ય પ્રદેશમાં રૂ. 1.50 લાખ કરોડના પ્રોજેક્ટ શરૂ કર્યા છે.