નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં PWD મંત્રી અશોક ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે મહારાષ્ટ્ર સરકારમાં બીજા સંક્રમિત મંત્રી છે. આ પહેલા એનસીપીના જિતેન્દ્ર અહવાદનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુંબઈથી મરાઠવાડા સ્થિત પોતાના ગૃહ જિલ્લાનીની નિયમિત યાત્રા કરતા હતા. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા અશોક ચૌહાણને કોરોના પોઝિટિવ આવ્યો હતો. પહેલા તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા અને નાંદેહની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. તમની હાલત અત્યારે સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે દર્દીઓ અત્યારે મહારાષ્ટ્રમાં છે. અહીંયા કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 50,000 ને પાર પહોંચી છે. રાજ્યમાં અત્યારસુધીમાં 14600 લોકો કોરોના મુક્ત થયા છે જ્યારે 1635 લોકોના જીવ ગયા છે.