બાળકો માટે સૌપ્રથમ વાર કોવિડ19ની ગાઇડલાઇન્સ જારી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ લહેરમાં પરિવારના કેટલાક સભ્યો એકસાથે બીમાર પડી રહ્યા છે. આવામાં બાળકો પણ કોરોના સંક્રમિત હોવાનું જોખમ પહેલાં કરતાં અનેક ગણું વધી ગયું છે. જેથી સરકારે બાળકો માટે પહેલી વાર કોવિડ-19ની ગાઇડલાઇન્સ જારી કરી છે. નવા બદલાવમાં હોસ્પિટલોમાં દબાણ ઓછું કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આમાં હોમ આઇસોલેશનને લઈને ઓક્સિજન સ્તરમાં બદલાવ કર્યા છે. જુલાઈ, 2020માં ત્રણ લેયરવાળા માસ્ની જગ્યાએ N-95  માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા. આવો જાણીએ, બાળકો માટેની ગાઇડલાઇન્સ…

 • પ્રોટોકોલમાં વગર લક્ષણોવાળા, હળવાં અને વધુ લક્ષણોવાળાં બાળકો માટે અલગથી ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે.
 • વગર લક્ષણોવાળાં બાળકો માટે સારવારની વાત નથી કરવામાં આવી
 • હળવાં લક્ષણોવાળાં બાળકોને ગળામાં ખરાશ, નાક વહેવું, શ્વાસ લેવામાં તકલીફની સાથે ખાંસી હોઈ શકે છે. કેટલાંક બાળકોમાં ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યા થઈ શકે. આવાં બાળકોની હોમ આઇસોલેશનમાં સારવાર કરી શકાય છે.
 • ડોક્ટર બાળકોને પેરાસિટામોલ (10-15 એમજી) આપી શકે. એને દરેક 4-6 કલાકે રિપીટ કરી શકાશે.
 • બાળકોમાં હાઇડ્રેશન માટે ઓરલ ફ્લુઇડની સાથે ન્યુટ્રિશન ડાયટની સલાહ આપવામાં આવી છે.
 • હળવાં લક્ષણોવાળાં બાળકોને એન્ટિ-બાયોટિક્સ ન આપવાની સલાહ છે.
 • હળવાં લક્ષણોવાળાં બાળકોમાં ન્યુમોનિયા હોઈ શકે. આવા બાળકોને રૂટિન લેબ ટેસ્ટની ભલામણ નથી કરવામાં આવી, જ્યા સુધી તેમનામાં ગંભીર લક્ષણો ન દેખાય.
 • મોડરેટ લક્ષણોવાળાં બાળકોને કોવિડ ડેડિકેટેડ હેલ્થ સેન્ટર અથવા સેકન્ડરી લેવલ કેર કેસિલિટીમાં એડમિડ કરવાની વાત કરવામાં આવી છે.
 • ઓક્સિજન સેચ્યુરેશન 94 ટકાથી ઓછું થવા પર ઓક્સિજન સપ્લિમેન્ટની જરૂર પડી શકે.
 • હોમ આઇસોલેશન માટે ઓક્સિજન 95થી ઘટાડીને 94 કરવામાં આવ્યું છે.
 • કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટવાળા પેશન્ટ હોમ આઇસોલેશનમાં રહી શકશે.
 • કોરોના પેશન્ટની દેખભાળ કરવાવાળાએ ચાર કલાકનો મોનિટરિંગ ચાર્ટ બનાવવાનો રહેશે.