નરસિંહપુરઃ મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં એક રોડ દુર્ઘટનામાં પાંચ મજૂરોનાં મોત થયાં હતા. નરસિંહપુર જિલ્લાના મુંહવાની સ્ટેશનના પાઠા ગામની આસપાસ કેરીથી ભરેલી એક ટ્રક અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. આ ટ્રકમાં 20 મજૂરો હતા. જેઓ હૈદરાબાદથી ઉત્તર પ્રદેશના ઇટા અને ઝાંસી જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં પાંચ મજૂરોનાં મોત થયાં છે, 13 મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બેની હાલત ગંભીર છે. જે મજૂરો ઇજાગ્રસ્તોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે, એમ નરસિંહપુરના જિલ્લા કલેક્ટરક દીપક સક્સેનાએ જણાવ્યું હતું. આમાં ચોંકાવનારી વાત એ છે કે એક મજૂરમાં કોરોનાનાં લક્ષણ જોવા મળ્યાં છે. જેથી ટ્રકની કેરીઓનો નાશ કરવામાં આવ્યો છે.
કોરોના સંકટને કારણે લોકડાઉન દરમ્યાન મજૂરોની હાલત કફોડી થઈ છે. આ પ્રવાસી સેંકડો મજૂરો પગપાળા પોતાના વતન પહોંચી રહ્યા છે.
