શ્રીનગર- નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાનો પાકિસ્તાન પ્રેમ ફરી એકવાર સામે આવ્યો છે. ફારુક અબ્દુલ્લાએ PoKને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો છે. આપને જણાવી દઈએ કે, ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન હંસરાજ આહીરે કહ્યું હતું કે, PoK ભારતનો જ હિસ્સો છે અને ભારતે PoK પરત લેવું જોઈએ.
હંસરાજ આહીરનું નામ લીધા વિના ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, પાકિસ્તાન પરમાણુ હથિયાર સંપન્ન દેશ છે, પાકિસ્તાનીઓએ બંગડી નથી પહેરી. ફારુક અબ્દુલ્લાના આ પ્રકારના નિવેદનથી તેમનો પાકિસ્તાન પ્રેમ ફરી એકવાર જગજાહેર થયો છે. ફારુક અબ્દુલ્લાએ જનસભાને સંબોધન કરતાં કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીએ એક પાકિસ્તાન બનાવ્યું, દેશના હજી કેટલા ટુકડા કરશે?’
ફારુક અબ્દુલ્લાએ જાતીવાદનું કાર્ડ રમીને વિવાદનો રાજકીય મધપૂડો છંછેડતા કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાઓ મુસલમાનો પર અત્યાચાર કરે છે. વધુમાં તેણે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં કહ્યું કે, ‘હિન્દુસ્તાન તમારા બાપનું નથી.’ આપને જણાવી દઈએ કે, ગત કેટલાક દિવસો દરમિયાન આ ત્રીજી ઘટના છે જેમાં ફારુક અબ્દુલ્લાએ PoKને પાકિસ્તાનનો હિસ્સો ગણાવ્યો છે.