દિલ્હી સ્મોગ: પ્રદૂષણથી પરેશાન અનેક દેશના રાજદૂત રાજધાની છોડવાની તૈયારીમાં

દિલ્હી- દેશની રાજધાની દિલ્હીના લોકો છેલ્લા ઘણા સમયથી ભયાનક પ્રદૂષણથી પરેશાન થઈ રહ્યા છે. દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધી રહ્યું છે. આ વાતનો અંદાજ એનાપરથી લગાવી શકાય કે, ગત કેટલાક દિવસો દરમિયાન પ્રદૂષણથી બચવા અનેક લોકો દિલ્હી છોડીને જઈ રહ્યા છે.

આ વાતનો હાલનો પુરાવો ભારતમાં રહેતા કોસ્ટારિકાની રાજદૂત મૈરિએલા ક્રૂઝ અલ્વારેજ છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણથી પરેશાન થઈને તેઓ બિમાર થયા અને દિલ્હી છોડીને બેંગાલુરુ શિફ્ટ થયા. આ માહિતી મૈરિએલાએ તેમના બ્લોગમાં જણાવી છે.

મૈરિએલા ક્રૂઝ અલ્વારેજે તેમના બ્લોગમાં જણાવ્યું કે, દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને કારણે મારી તબિયત ખરાબ થઈ છે. મૈરિએલાએ પ્રદૂષણ અંગે લોકોને સજાગ કરતા લખ્યું કે, પ્રદૂષણને કારણે ધરતી તબાહ થઈ રહી છે. હું ભારતને પ્રેમ કરું છું પરંતુ પ્રદુષણે મને બિમાર કરી છે. દિલ્હીવાસીઓએ આનાથી બચાવ શોધવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, મૈરિએલા સિવાય અન્ય દેશોના રાજદૂત પણ દિલ્હી છોડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. દિલ્હીમાં રહેતા થાઈલેન્ડના રાજદૂતે ગત સપ્તાહે બેંગકોકમાં તેના અધિકારીને પત્ર લખીને માગ કરી કે, દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જેની સામે બચાવ માટે તેમને હાર્ડશિપ એલાઉન્સ આપવામાં આવે, કારણકે દિલ્હીના પ્રદૂષણથી હેલ્થ ખરાબ થઈ રહી છે.

આપને જણાવી દઈએ કે, હાર્ડશિપ એલાઉન્સ અફઘાનિસ્તાન, ઈરાક અને સિરીયા જેવી વિષમ પરિસ્થિતિ ધરાવતા દેશમાં નિમણૂંક પામનારા રાજદૂતોને આપવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]