ભારતની માનુષી છિલ્લરે જીત્યો 2017નો મિસ વર્લ્ડનો તાજ

સાન્યા(ચીન)– ભારતની માનુષી છિલ્લરે ચીનમાં આયોજિત મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં વિશ્વ સુંદરી 2017નો ખિતાબ જીતી લીધો છે. માનુષીની પહેલા 2000ની સાલમાં પ્રિયંકા ચોપડાએ આ ખિતાબ ભારતના નામે કર્યો હતો. હરિયાણાની માનુષી છિલ્લર મેડિકલની વિર્દ્યાર્થીની છે. ફર્સ્ટ રનરઅપ મિસ ઈંગ્લેન્ડ સ્ટેફની હિલ અને મિસ મેક્સિકો એન્ડ્રિયા મેજાને સેકન્ડ રનરઅપ બની છે. વિશ્વના વિવિધ દેશોમાંથી 108 સુંદરિયોને પછાડીને માનુષીએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે.આ કોન્ટેસ્ટમાં મિસ ઈન્ડિયા માનુષીને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે કયા વ્યવસાયમાં સૌથી વધારે પગાર મળવો જોઈએ અને કેમ… તેનો જવાબ આપવા માનુષીએ કહ્યું હતું કે એક મા ને સૌથી વધારે ઈજ્જત મળવી જોઈએ. અને જ્યાં સેલરીની વાત છે તેનો અર્થ એ છે કે સમ્માન અને પ્યાર છે.

મેડિકલનો અભ્યાસ કરતી કરતી માનુષીની પસંદગી મિસ ઈન્ડિયા તરીકે થઈ હતી. પોતાના ખોરાકથી લઈને પોતાનો દેખાવ અને બોડી લેંગ્વેજ અને પોતાની ડોકટરીના ભણતરની વચ્ચે આ બધુ મેનેજ કરવું સરળ નહોતું. અત્રે નોંધનીય છે કે એશ્વર્યા રાય, પ્રિંયકા ચોપડાથી લઈન ડિયાના હેડન સુધીમાં અત્યાર સુધીમાં છ ભારતીય સુંદરિયાઓએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે.

માનુષી છિલ્લરની બાળપણની તસ્વીર

તસ્વીર- ફેમિના મિસ ઈન્ડિયાના ટ્વીટરમાંથી