નવી દિલ્હીઃ ભારતીય કિસાન પરિષદ, કિસાન મજૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા સહિત અને સંગઠનોના બેનર હેઠળ હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂતો પાંચ માગોને લઈને સંસદ તરફ માર્ચ કરશે, જને કારણે દિલ્હી-NCR વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે.
હજી એક દિવસ પહેલાં ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. રવિવારે જ્યારે માગણીઓ પર કોઈ સહમતી ન બની ત્યારે તેમણે ‘ચલો દિલ્હી’ના નારા લગાવ્યા હતા. ખેડૂતો હવે સંસદનો ઘેરાવ કરવા માગે છે. આંદોલનકારી ખેડૂત સંગઠનો જમીન સંપાદનથી પ્રભાવિત ખેડૂતોને 10 ટકા વિકસિત પ્લોટ અને નવા જમીન સંપાદન કાયદાના લાભની માગ કરી રહ્યા છે.ખેડૂતોનું કહેવું છે કે નવા જમીન સંપાદન કાયદા મુજબ 1 જાન્યુઆરી, 2014 પછી સંપાદિત થયેલી જમીન માટે ચાર ગણું વળતર મળવું જોઈએ. ગૌતમ બુદ્ધ નગરમાં છેલ્લાં 10 વર્ષથી સર્કલના દરમાં વધારો કરવામાં આવ્યો નથી. નવા જમીન સંપાદન કાયદાનો લાભ જિલ્લામાં લાગુ થવો જોઈએ. ખેડૂતો ઈચ્છે છે કે જમીનદાર અને ભૂમિહીન ખેડૂતોના બાળકોને રોજગાર અને પુનઃવિકાસનો લાભ મળવો જોઈએ. હાઈ પાવર કમિટીની ભલામણોનો અમલ થવો જોઈએ. વસ્તીવાળા વિસ્તારનો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ. આ તમામ નિર્ણયો સરકારી સ્તરે લેવાના હોય છે.
ખેડૂતોની માગ છે કે મિનીમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) માટે કાયદો બનાવવો, સ્વામિનાથન પંચની ભલામણ લાગુ કરો, ખેડૂતો આંદોલનમાં સામેલ છે તેમની કૃષિ લોન માફ કરો લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ન્યાયની માગ, ભારતને WTOમાંથી બહાર કાઢવાની માગ કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાતજકાત ઘટાડવા માટે ભથ્થું વધારવાની માગ અને58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન આપવાની માગ કરી છે. આ ઉપરાંત વિવિધ માગ તેમણે કરી છે.