નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયાના આ યુગમાં ફેક ન્યૂઝ સરકાર માટે સૌથી મોટો પડકાર બન્યા છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે કાર્યવાહી કરીને આઠ યૂટ્યૂબ ચેનલોને બ્લોક કરી દીધી છે. દેશની રાષ્ટ્રીય સુરક્ષા, પરરાષ્ટ્ર સંબંધ અને જાહેર સુવ્યવસ્થા સંબંધિત ખોટા સમાચાર પ્રસારિત કરી ભારતવિરોધી અપપ્રચાર ફેલાવવા બદલ સરકારે આ યૂટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા, 2021 અંતર્ગત બ્લોક કરેલી આ આઠ યૂટ્યૂબ ચેનલોમાં 7 ભારતીય છે અને એક પાકિસ્તાની છે.