કોરોનાના 12,608 નવા કેસ, 72નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,618 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં 39.1 ટકા વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 72 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 208.95 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,42,98,864 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

Bengaluru: Migrants being screened for the symptoms of COVID-19 as they arrive at a bus depot to head back to their native villages after the Bengaluru district authorities re-imposed lockdown across the city from Tuesday to July 22 for containing the corona virus spread, on July 13, 2020. (Photo: IANS)

દિલ્હીમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 1652 કેસો નોંધાયા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે સંક્રમિત થયેલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો છે. મિઝોરમમાં કોરોનાના 222 નવા કેસો નોંધાયા છે.

દેશમાં અત્યાર સુધી 5,27,206 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,36,70,315  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 16,251 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,01,343એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.23 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.58 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,62,020 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 88.06 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.90 ટકા છે.

દેશમાં 208.95 લાખથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,08,95,79,722  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 38,64,471  લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.