કાનપુરમાં ઇલેક્ટ્રિક બસે અનેક લોકોને કચડ્યાઃ છનાં મોત

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક બેકાબૂ ઇલેક્ટ્રિક બસે કેટલાય લોકોને કચડ્યા હતા. એ બસની ઝડપ એટલી તેજ હતી કે એમાં કેટલીય ગાડીઓ અને મોટરસાઇકલ-સ્કૂટરને નુકસાન પહોંચાડ્યું હતું. આ દુર્ઘટનામાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયાં હતાં. શહેરના બાબુપુરવા થાણા ક્ષેત્રના ટાટમિલ ચાર રસ્તાએ એક તેજ બસે કેટલાય લોકોને કચડ્યા હતા.

આ દુર્ઘટના સ્થળે પોલીસોને તહેનાત કરવામાં આવ્યા હતા.  ટાટમિલ ચાર રસ્તાએ એક બસે અનેક લોકોને કચડ્યા હતા, જેથી પોલીસને એ સૂચના મળતાં આસપાસનાં પોલીસ સ્ટેશનોએથી પોલીસ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી, એમ કાનપુરના DCP-ઈસ્ટના પ્રમોદકુમારે જણાવ્યું હતું. આ દુર્ઘટના પછી એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવી હતી. દુર્ઘટનામાં બસ-ડ્રાઇવરની 11 કલાક પછી ધરપકડ કરવામાં આવી હતી.

આ દુર્ઘટનામાં ત્રણ કાર, 10 બાઇક, બે કિક્ષા અને અનેક પદયાત્રીઓને નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં બસે કુલ 17 વાહનોને અડફેટે લીધાં હતાં. નવ હાલત ગંભીર છે.  અમે હાલ આ દુર્ઘટનાની તપાસ, કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે કાનપુરમાં થયેલી બસ દુર્ઘટનામાં અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર છે, એ અત્યંત દુખદ છે.આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી ઘેરી સંવેદનાઓ છે. હું તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરું છું.