નવી દિલ્હીઃ મતદાર યાદીમાં નામોની નકલ થતી રોકવા અને નામો ડબલ થતા રોકવાના ઉદ્દેશ્ય સાથે મતદાર યાદીઓને આધાર કાર્ડ યોજના સાથે જોડવાની જોગવાઈ કરતો ખરડો આજે લોકસભામાં પાસ કરવામાં આવ્યો છે. મતદાર યાદીની ડેટાને આધાર કાર્ડ સાથે જોડવાની ચૂંટણી કાયદા (સુધારા) ખરડો, 2021 પરવાનગી આપે છે. કોંગ્રેસ, ટીએમસી, AIMIM, RSP, BSP જેવા વિરોધ પક્ષોના વિરોધ વચ્ચે આ ખરડો લોકસભામાં પાસ કરી દેવામાં આવ્યો છે. વિપક્ષી સભ્યોની આશંકાને નકારી કાઢતાં કેન્દ્રના કાયદા પ્રધાન કિરન રિજીજુએ કહ્યું કે વિપક્ષી સભ્યોએ આ ખરડાનો વિરોધ કરવા જે તર્ક રજૂ કર્યો છે તે સુપ્રીમ કોર્ટે આ વિષયમાં આપેલા ચુકાદાથી વિપરીત છે.
આના અનેક ફાયદા છે, જે જાણવા જરૂરી છે.
- આનાથી કોઈ વ્યક્તિ એક કરતાં વધારે મતવિસ્તારમાંથી પોતાનું નામ મતદાર તરીકે નોંધાવી નહીં શકે. એ રીતે નકલી કે બનાવટી રીતે વોટિંગ પણ રોકી શકાશે.
- ચૂંટણી રજિસ્ટ્રેશન અધિકારીઓ મતદાર તરીકે પોતાનું નામ નોંધાવવા માગતા લોકો પાસે એમનો આધાર કાર્ડ નંબર માગી શકશે, જે પાછળનો હેતુ મતદાર બનવા માગતી વ્યક્તિઓની ઓળખ સ્થાપિત થઈ શકે.
- દેશમાં બોગસ વોટિંગ બંધ થશે ચૂંટણી પ્રક્રિયા વધારે વિશ્વસનીય બનશે.