નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામોની મત ગણતરી પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે મતદાતાઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે 64 કરોડથી વધુ મતદાતાઓએ મતદાન કર્યું હતું. વિશ્વની સૌથી મોટી મતદાનપ્રક્રિયામાં 68,000થી વધુ નિગરાની દળ, 1.5 કરોડથી વધુ મતદાન અને સુરક્ષા કર્મચારીઓ સામેલ થયા હતા, એમ તેમણે કહ્યું હતું.
લોકસભા ચૂંટણીની મત ગણતરીના એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે પત્રકાર પરિષદ કરી હતી. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે રોકડ, દારૂ, સાડી અને મતદાતાઓને આકર્ષવા માટે અનેક ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત રૂ. 10,000 કરોડ છે, જે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની તુલનાએ આશરે ત્રણ ઘણા વધુ છે, એમ તેમણે કહ્યું હતુંઆ ચૂંટણી પ્રક્રિયામાં 64.2 કરોડ મતદાતાઓએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. એ બધા G& દેશોના મતદાતાઓના 1.5 ગણા અને યુરોપીય સંઘના 27 દેશોના મતદાતાઓ કરતાં 2.5 ગણા છે. આપણે ઇતિહાસ રચ્યો છે અને આ ચૂંટણીમાં 31 કરોડ મહિલાઓએ અને 33 કરોડ પુરુષોએ મતદાન કર્યું છે, એમ તેમણે કહ્યું હતું.
Press Conference by Election Commission of India https://t.co/UjtUdjvJ9b
— Election Commission of India (@ECISVEEP) June 3, 2024
લોકસભા ચૂંટણી કરાવવામાં આશરે ચાર લાખ વાહનો, 135 વિશેષ ટ્રેનો અને 1692 ફ્લાઇટ્સનો ઉપયોગ થયો હતો.
ECIએ ચૂંટણીમાં સફળ સંચાલનનો ટ્રેક રેકોર્ડ જારી રાખ્યો છે. ભારતીય ચૂંટણી વાસ્તવમાં એક ચમત્કાર છે. એની વિશ્વમાં કોઈ સમાનતા નથી. 85 વર્ષથી વધુના મતદાતાઓનું યોગદાન આપણી યુવા પેઢી માટે પ્રેરમાદાયક છે. આ લોકશાહીના ગણનાયક છે, એમ તેમણે કહ્યું હતું.
લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી, જે 19 એપ્રિલથી શરૂ થઈ હતી અને પહેલી જૂને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થતા દેશમાં બધે જ મતદાનની કામગીરી પૂરી થઈ હતી.