નવી દિલ્હીઃ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીથી દેશમાં હવે ચૂંટણીનું અસલી મેદાન સોશિયલ મિડિયા બની ગયું છે. વોટ્સએપ, ફેસબુક, X (ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ગૂગલ જેવાં પ્લેટફોર્મ ચૂંટણીનાં પરિણામો બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન મોદીની આગેવાનીમાં ભાજપે સોશિયલ મિડિયાને સૌથી મોટું હથિયાર બનાવ્યું હતું. એ સમયે કોંગ્રેસ ને અન્ય વિરોધ પક્ષો સોશિયલ મિડિયાની તાકાતને ના સમજી શક્યા, પણ 2019ની ચૂંટણી આવતાં-આવતાં કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ આ ખેલમાં માહિર થઈ ગયા.
છેલ્લાં પાંચ વર્ષોમાં 2019થી માંડીને 2023 દરમ્યાન ભાજપે ફેસબુક પર પ્રચાર માટે રૂ. 33 કરોડ ખર્ય કર્યા છે. જોકે આ બધી જાહેરાત અને ફેસબુક પર ખર્ચ કરવાના કુલ પૈસાના 10 ટકા છે. એ દરમ્યાન કોંગ્રેસે રૂ. 10.58 કરોડ, તૂણમૂલ કોંગ્રેસે રૂ. 8.04 કરોડ, DMKએ રૂ. 4.31 કરોડ કર્યા હતા.
હવે જો બધા એડવર્ટાઇઝર્સને ભેગા કરીએ તો પાંચ વર્ષોમાં ફેસબુક પર ચૂંટણીપ્રચાર માટે રૂ. 360 કરોડ ખર્ચ કર્યા છે. ફેસબુકની તુલનાએ ગૂગલ એક વધુ સસ્તું માધ્યમ છે, પણ રાજકીય પાર્ટીઓ ફેસબુક પર વધુ ખર્ચ કરે છે, કેમ કે એ માધ્યમ વસતિના બધા ભાગોમાં કનેક્ટ થઈ શકાય છે.
ભાજપે સત્તાવાર પેજ પર છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. 10.27 કરોડ પ્રચાર માટે ખર્ચ કર્યો છે. જે પછી કૂપ એપ પર રૂ. 7.2 કરોડ ખર્ચ કર્યા છે. TMCએ પેજ બંગ્લાર ગોરબો મમતા પર રૂ. 5.86 કરોડ ખર્ચ કર્યો છે. આ સિવાય દિલ્હીના CM કેજરીવાલની વિરુદ્ધ પ્રચાર કરવાવાળા પેજ એક ધોખો કેજરીવાલને પર રૂ. 3.19 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે પલટુ એક્સપ્રેસ પેજ પર વિપક્ષી ગઠબંધનના નેતો સામે પ્રચાર કરવામાં છેલ્લાં પાંચ વર્ષોમાં રૂ. 1.93 કરોડ ખર્ચ કરવામાં આવ્યો હતો.