નવી દિલ્હીઃ કેરળ સ્થિત એક ચર્ચના બિશપને ગઈ કાલે તિરુવનંતપુરમ એરપોર્ટ પર બ્રિટન જવાથી અટકાવવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ ચર્ચ દ્વારા સંચાલિત એક મેડિકલ કોલેજમાં ગેરરીતિઓની તપાસ ચાલી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પછી અધિકારીઓએ બિશપ એ ધર્મરાજ રસાલમને કેરળની રાજધાનીના એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યા હતા.
ED ડો. સોમરવેલ મેમોરિયલ CSI મેડિકલ કોલેજ ચલાવવામાં નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે. હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને સંલગ્ન અન્ય બધી ઇન્સ્ટિટ્યૂટ ચર્ચ ઓફ સાઉથ ઇન્ડિયા (CSI) દ્વારા ચલાવવામાં આવે છે.
EDના અધિકારીઓએ રસાલમથી મુલાકાત કરી હતી અને તેમને તપાસ માટે બોલાવ્યા હતા.કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમે ચર્ચ સંચાલિત હોસ્પિટલમાં મેડિકલ સીટનું વચન આપીને વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ વસૂલ કરવાને મામલે CSIના દક્ષિણ કેરળની મુખ્ય ઓફિસમાં દરોડા પાડ્યા હતા.ક્રિશ્ચિયન એજ્યકેશન બોર્ડના ડિરેક્ટર ફાધર સીઆર ગોડવિને જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાંચ પહેલાં આ કેસની તપાસ કરી ચૂકી છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે 25 લોકોએ પ્રતિ વ્યક્તિ ચાર્જ સંબંધે મેડિકલ કોલેજની સામે કેસ નોંધાયેલો છે અને કેસ કોર્ટમાં હતો. ED આ કેસ સંદર્ભે જાણવા ઇચ્છે છે. અમને સ્પષ્ટતા કરતાં ખુશી થઈ રહી છે કે તે બિશપથી પૂછપરછ કરી રહ્યા છે અને તેઓ તેના સવાલોના જવાબ આપીને ખુશ છે. એ સોમવારે સવારે 6.30 કલાકે પહોંચી અને દરોડા શરૂ કર્યા હતા. તેણે અમને પહેલાં જાણ નહોતી કરી.