હિમાચલ પ્રદેશમાં આર્થિક સંકટઃ કર્મચારીઓને સેલરી આપવાના ફાંફાં

સિમલાઃ હિમાચલ પ્રદેશમાં ગયા મહિનાની સેલરી સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોના બેન્ક અકાઉન્ટમાં અત્યાર સુધી ક્રેડિટ નથી થઈ. જેથી કર્મચારીઓમાં ખાસ્સો આક્રોશ છે. રાજ્ય પર આશરે રૂ. 94,000 કરોડનાં દેવાં છે. રાજ્ય સરકાર કુદરતી આફતો અને બાકીના આર્થિક પડકારોનો હવાલો આપી રહી છે, પણ વાસ્તવિક પરિસ્થિતિ જુદી છે.

રાજ્યની કોંગ્રેસ સરકારની હાલત મફત રેવડીઓ વહેંચવાને કારણે થઈ છે. હાલમાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મફત રેવડીઓ વહેંચી હતી, જેમેં મફતની યોજનાઓ જેમ કે 350 યુનિટ મફત વીજળી, જેનાથી 18,000 કરોડના બોજનો અંદાજ છે. મહિલાઓને પ્રતિ મહિને રૂ. 1500ની મદદની ઘોષણા- જેનાથી સરકારી ખજાના પર બોજ પડે છે. આ સિવાય ઓવરડ્રાફ્ટ લિમિટમાં ઘટાડો, આવકમાં ઘટાડો. લોનની મર્યાદા પણ સરકાર મહત્તમ ઉપયોગ કરી ચૂકી છે. આ સાથે GST વળતર પણ બંધ થઈ ચૂક્યું છે. વોટર સેસને કોર્ટ ગેરકાયદે બતાવી ચૂકી છે, જેનાથી આશરે રૂ.4000 કરોડની આવક બંધ થઈ હતી.

CM સુખએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23માં સરકારે 15 ડિસેમ્બર, 2022થી 31 માર્ચ, 2023 સુધીમાં રૂ. 6897 કરોડનાની લોન લીધી હતી. જ્યારે નાણાં વર્ષ 2023-24માં રૂ. 10,521 કરોડનાં દેવાં કર્યા હતાં, જ્યારે 2024-25માં પહેલી એપ્રિલ, 2024થી 31 જુલાઈ, 2024 સુધીમાં રૂ. 39.48 કરોડનાં દેવાં કર્યાં હતાં. આમ સરકારે છેલ્લા 20 મહિનામાં રૂ. 21,366 કરોડનાં દેવાં કર્યાં છે.કર્મચારી નેતાઓનું કહેવું છે કે સેલરી ક્યારે આવશે, એને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. સરકારે કોઈ સત્તાવાર સૂચના નથી આપી. બીજી બાજુ, જે કર્મચારીઓ સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે તેમની બદલી કરી દેવામાં આવે છે.