લોકો ‘ઓમિક્રોન’ને હળવાથી લેવાની ભૂલ ના કરેઃ ફર્ગ્યુસન

લંડનઃ કોરોના વાઇરસ એક મામૂલી બીમારી બનીને રહી જશે, એવું લોકોનું માનવું ભૂલ ભરેલું છે. લોકોએ હજી અનેક વર્ષો સુધી સતર્ક રહેવાની જરૂર છે, એમ કહેતાં ઇમ્પિરિયલ કોલેજ-લંડનના રોગચાળાના વરિષ્ઠ બ્રિટિશ વિજ્ઞાની નીલ ફર્ગ્યુસને જણાવ્યું હતું કે કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના જોખમ વિશે ડિસેમ્બર પછી કંઈક જાણવા મળશે. હાલ આ નવા વેરિયેન્ટને સમજવાના પ્રયાસ થઈ રહ્યા છે. ઇવોલ્યુશન પણ કોરોના વાઇરસને ઝડપથી ફેલાવવામાં મદદ કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

જ્યાં સુધી લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે, ત્યાં સુધી વધુ પ્રસાર થઈ ચૂક્યો હોય છે. વાઇરસ શ્વાસ નળીની અંદર બહુ ઝડપથી મ્યુટેટ કરે છે અને પર્યાવરણમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરે છે. વાઇરસ 10 દિવસ કોઈનો પણ જીવ લઈ શકે છે, એવું તેમણે કોમન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમિટીને જણાવ્યું હતું. તેમની ટિપ્પણી ન્યુ એન્ડ ઇમર્જિંગ રેસ્પિરેટરી વાઇરસ થ્રેટસ એડવાઇઝરી ગ્રુપ (નર્વટેગ)ની પ્રતિક્રિયા પછી આવી છે. નિષ્ણાતોએ ગયા સપ્તાહે યુકેના પ્રધાનોથી ઓમિક્રોન વેરિયેન્ટના પ્રસારણને સીમિત કરવા માટે ત્વરિત અને આકરી કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો.

તેમના જણાવ્યાનુસાર B.1.1.529માં સ્પાઇક પ્રોટીનમાં મ્યુટેશનની સંખ્યા બહુબધી હતી અને એને કારણે દક્ષિણ આક્રિકામાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો છે. ઉતાવળે એ કહેવું કે ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધુ કે ઓછો ખતરનાક હશે, પણ અત્યાર સુધી જોવા મળ્યું છે કે આલ્ફા પાછલા વેરિયેન્ટ કરતાં વધુ ગંભીર રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]