-ત્યાંસુધી પુત્રના ભરણપોષણની જવાબદારી પિતાનીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે જણાવ્યું કે પતિ અને પત્ની વચ્ચેના ઝઘડામાં સંતાનને કોઈ પ્રકારની પરેશાની થવી ન જોઈએ. પુત્ર પુખ્ત વયનો થાય ત્યાં સુધી એના ભરણપોષણની જવાબદારી પિતાની બને છે. ન્યાયમૂર્તિઓ એમ.આર. શાહ અને એ.એસ. બોપન્નાએ કહ્યું કે પતિ અને પત્ની વચ્ચે વિવાદ ભલે કોઈ પણ હોય, એને કારણે એમનો પુત્ર પીડિત થવો ન જોઈએ. સંતાનનો વિકાસ જાળવી રાખવાની પિતાની જવાબદારી ત્યાં સુધી રહે છે જ્યાં સુધી સંતાન પુખ્ત વયનું ન થાય.

આ કેસ એવી મહિલાનો છે જે એનાં પતિ સાથે વિવાદ થયા બાદ પોતાનાં પુત્રની સાથે જયપુરમાં એનાં પિતાનાં ઘરમાં રહે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પુત્રના ભરણપોષણ માટે ઉચિત/પર્યાપ્ત રકમની જરૂર પડે છે, જેની ચૂકવણી પિતાએ ત્યાં સુધી કરવી જ પડે જ્યાં સુધી પુત્ર પુખ્ત વયનો થઈ ન જાય.