હવે નેપાળથી ભારત આવવા પર ઓળખપત્ર બતાવવાનું ફરજિયાત

નવી દિલ્હીઃ ધારચુલા સહિત ઉત્તરાખંડની બધી આંતરરાષ્ટ્રીય સરહદની પોસ્ટ હવે નેપાળી નાગરિકોનું ઓળખપત્ર દેખાડવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી નેપાળી નાગરિક ભારતની ખુલ્લી સરહદે બેરોકટોક આવ-જા કરતા હતા.

ઉત્તરાખંડ અને નેપાળની વચ્ચે આશરે 300 કિલોમીટરની ખુલ્લી સરહદ છે અને સરહદને વિભાજન કરતી કાળી શારદા નદી પર બનેલા પુલ પર બંને દેશોની સામસામે ચેકપોસ્ટ છે. ધારચુલા, બનબસા, ઝુલાઘાટ, બ્રહ્મદેવ મંડી વગેરે ચેકપોસ્ટ પર સીમા સશસ્ત્ર દળ (SSB)એ ગૃહ મંત્રાલયના આદેશો પછી નેપાળથી આવતા નેપાળી નાગરિકોનો રેકોર્ડ રાખવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી આવી વ્યવસ્થા નહોતી કરવામાં આવી અને નેપાળી નાગરિક વગર કોઈ ઓળખ દેખાડ્યા વિના ભારતમાં આવ-જા સરળતાથી કરતા હતા. જોકે આ વ્યવસ્થા નેપાળમાં ભારતીયો માટે નથી. ભારતથી જતા નાગરિકોને નેપાળ સીમા પ્રહરી ચોકી પરપોતાની જવાની સૂચના નોંધાવાની હતી. નેપાળના નાગરિકોએ હવે તેમનાં વાહનોની પણ સૂચના SSB ચોકીમાં નોંધાવવી પડશે.

ઉત્તરાખંડમાં નેપાળ અને ભારતની વચ્ચે આશરે 10,000 લોકો આવ-જા કરે છે, જેમાંથી 9000માંથી 7000 નેપાળી નાગરિકો હોય છે. જે રોજગારીના સિલસિલામાં ભારત આવ-જા કરે છે. ધારચુલાના SSBના સહાયક કમાન્ડન્ટ અમિતકુમારે જણાવ્યું હતું. કે અરાજક તત્ત્વોની ભારતમાં ઘૂસણખોરી રોકવાના ઉદ્દેશથી આ નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. દેશની સુરક્ષા માટે આ જરૂરી છે કે અહીં આવનારા વિદેશીઓની ઓળખ જરૂરી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]