બ્રહ્મોસના ડેપ્યુટી CEOને ડિઝેસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ એનાયત

નવી દિલ્હીઃ વર્લ્ડ ડિઝેસ્ટર મેનેજમેન્ટ કોંગ્રેસે બ્રહ્મોસ એરોસ્પેસના ડેપ્યુટી CEO સંજીવ જોશીને 2020થી 2021 સુધી કોરોના રોગચાળામાં ડિઝેસ્ટર રિસ્ક માટે એવોર્ડ એનાયત કર્યો હતો. નવી દિલ્હીમાં બુધવારે સાંજે ટુરિઝમ એન્ડ કલ્ચર જી. કિશન રેડ્ડી દ્વારા તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. કોરોના રોગચાળા વખતે સરાહનીય કામગીરી કરનારા લોકોને ઓળખીને તેમને સન્માનિત કરવા માટે આ એવોર્ડની પસંદગી કરવામાં આવી હતી, એમ આયોજકોએ જણાવ્યું હતું.

ડિઝેસ્ટર રિસ્ક ઘટાડવાના સેન્ડાઇ માળખામાં ભારત એક હસ્તાક્ષર કર્તા દેશ છે, જેને માર્ચ, 2015માં ડિઝેસ્ટર રિસ્ક પર ત્રીજા સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ સંમેલન દરમ્યાન અપનાવવામાં આવ્યું હતું. જેથી બધા સ્ટેકહોલ્ડરોને વૈશ્વિક આફતોમાં જાનમાલના નુકસાન ઘટાડવાની દિશામાં કામ થઈ શકે.

જોશી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)માં હતા, જ્યારે વૈશ્વિક સ્તરે કોરોના રોગચાળાનું સંકટ ઝળૂંબતું હતું, ત્યારે તેમણે રોગચાળાની સામે સારી કામગીરી કરી હતી.