‘ડિજિટલ અરેસ્ટ’ સાઇબર ગુનાનો નવો પ્રકાર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં સાઇબર અપરાધી ખુદને પોલીસ, CBI, ED, RBI અને નાર્કોટિક્સ બ્યુરો જેવી તપાસ એજન્સીઓના અધિકારી બતાવીને પીડિતોને ધમકી આપે છે અને બ્લેકમેલ કરતા રહે છે. અહીં સુધી કે તેમને ડિજિટલી ધરપકડ કરવામાં આવે છે.

આવા સાઇબર અપરાધીઓ માટે ગૃહ મંત્રાલય દ્વારા અપરાધીઓ દ્વારા પોલીસ અધિકારી, CBI, ED અને કેન્દ્રીય એજન્સીઓના અધિકારી જણાવીને બ્લેકમેલ અને ડિજિટલ ધરપકડની વિરુદ્ધ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 શું હોય છે ‘ડિજિટલ અરેસ્ટ’

સાઇબર અપરાધી સામાન્ય રીતે સંભવિત પીડિતને કોલ કરે અને કહે છે કે તેમને કોઈ પાર્સલ મોકલ્યું છે અથવા હાંસલ કર્યું છે, જેમાં ગેરકાયદે માલસામાન, ડ્રગ્સ, નકલી પાસપોર્ટ અથવા કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુ છે. આવા કેસમાં સમજૂતી કરીને પૈસાની માગ કરવામાં આવે છે, કેટલાક કિસ્સાઓમાં પીડિતોને ડિજિટલ અરેસ્ટનો સામનો કરવો પડે છે. માગ પૂરી ના થવા સુધી પીડિતને સ્કાઇપ કે અન્ય વિડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર સાઇબર અપરાધીઓને ઓનલાઇન હાજર રહેવા મજબૂર કરવામાં આવે છે.

સાઇબર અપરાધીઓ સંભવિત પીડિતોને ઠગવા માટે નવા-નવા પ્રકાર અપનાવી રહ્યા છે. કેટલાય કિસ્સાઓમાં કહેવામાં આવે છે કે તેમના નજીકના અથવા સંબંધી કોઈ અપરાધ કે દુર્ઘટનામાં સામેલ છે અને તેમની હિરાસતમાં છે. ત્યાર બાદ સાઇબર અપરાધી આ મામલામાં સમજૂતી કરીને પૈસાની માગ કરે છે.

સરકારે હવે આ અપરાધીઓ પર સકંજો કસવો શરૂ કર્યો છે. સાઇબર અપરાધીઓ માટે ગૃહ મંત્રાલય હેઠળ ભારતીય સાઇબર અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) બનાવવામાં આવ્યું છે, જે દેશમાં સાઇબર ગુનાને ઉકેલવા માટે સંબંધિત કામગીરીનો સમન્વય કરે છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ની વર્ષ 2023 મુજબ 2021માં દેશમાં સાઇબર ગુનાના કુલ 52,974 કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2022માં એ વધીને 65,893 કેસ થયા છે. આ રીતે સાઇબર ગુનાના કેસોમાં એક વર્ષમાં આશરે 24 ટકાનો વધારો થયો હતો.