દિલ્હી-હિંસા માટે દીપ સિદ્ધુ જવાબદારઃ ખેડૂત નેતાઓ

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિને દિલ્હીમાં હિંસા માટે ખેડૂત નેતાઓ અને વિપક્ષ દ્વારા કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ અને દીપ સિદ્ધુને દોષી ઠેરવામાં આવ્યો છે. ખેડૂતોના સંઘર્ષને બદનામ કરવા માટે કેન્દ્રીય એજન્સીઓ પર પણ આરોપ લગાવવામાં આવ્યા છે. સંયુક્ત કિસાન મોરચાનાં સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં બેકાબૂ સ્થિતિ માટે લખા સિધાનાએ સંયુક્ત મોરચા મંચે મોરચો સંભાળ્યો હતો. લાલ કિલ્લામાં હિંસા પહેલીથી આયોજિત હોવાની વાત કરી રહ્યા છે.

ભારતીય કિસાન યુનિયનના હરિયાણાના નેતા ગુરનામ સિંહ ચારુનીએ યુવકોને ગુમરાહ કરીને લાલ કિલ્લામાં લઈ જવાનો દીપ સિદ્ધુ પર આરોપ લગાડતાં કેન્દ્ર સરકારનો દલાલ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ખેડૂતોનું આંદોલન ધાર્મિક નહોતું અને ભવિષ્યમાં એ આવી તોડફોડ થતી જ રહેશે.

ખેડૂત નેતા ચારુએ વિડિયો જારી કરીને લોકોને દીપ સિદ્ધુથી સાવધ રહેવા કહ્યું છે. ખેડૂત આંદોલનને ધાર્મિક રંગ આપવાનો આરોપ લગાડમાં ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે દીપ સિદ્ધુએ જે કર્યું છે, અમે તેની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. તે દરેક વખતે ખેડૂત નેતાઓની વિરુદ્ધ બોલે છે, તેણે જે કર્યું એ બહુ નિંદનીય છે. અમે લાલ કિલ્લામાં જવા માટે હાકલ નહોતી કરી, એમ તેમણે કહ્યું હતું.

https://twitter.com/Bkuektaugrahan/status/1354117403379023872

ખેડૂત નેતા સરદાર રાજીન્દર સિંહે પણ દિલ્હીમાં હિંસા માટે બોલીવૂડ એક્ટર દીપ સિદ્ધુની ભૂમિકા સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે ભારતીય કિસાન યુનિયન એકતા ઉગ્રાહનના અધ્યક્ષ જોગીન્દર સિંહે કહ્યું હતું કે અમે એ જ માર્ગે માર્ચ કાઢી હતી, જે કિસાન મોરચા અને દિલ્હી પોલીસ દ્વારા નક્કી કરવામાં આવી હતી. હું લાલ કિલ્લામાં થયેલી તોડફોડની નિંદા કરું છું અને દુખી છું.

દિલ્હી કોંગ્રેસના વાઇસ પ્રોસિડેન્ટ અભિષેક દત્તે પણ કહ્યું હતું કે દીપ સિદ્ધુ પર નિશાન સાધ્યાં ટ્વીટ  કરીને કહ્યું હતું કે શાંતિપૂર્ણ ખેડૂતોના વિરોધ માટે આટલી હિંસા ફેલાવવા બદલ દીપ સિદ્ધુને ધન્યવાદ.