સાયબર ફ્રોડઃ સાત દિવસની ડિજિટલ એરેસ્ટ, રૂ. 1.94 કરોડનો ચૂનો

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ એરેસ્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા એક કેસમાં બેંગલુરુમાં રહેતા 68 વર્ષના સિનિયર સિટિઝનને રૂ. 1.94 કરોડ ગુમાવવા પડ્યા હતા. સાઇબર છેતરપિંડી કરનારાઓને પીડિત વ્યક્તિને સાત દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા અને છેતરપિંડી આચરી હતી.

આ કેસનો આરંભ 30 નવેમ્બરે થયો હતો, જ્યારે પીડિત વ્યક્તિને વોટ્સએપ પર એક વિડિયો કોલ આવ્યો હતો. કોલ કરવાવાળાએ ખુદને મુંબઈ ક્રાઇમ બ્રાંચનો અધિકારી બતાવ્યો હતો અને પીડિત વ્યક્તિ પર મની લોન્ડરિંગના કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

પીડિત વ્યક્તિએ જણાવ્યું હતું કે સાયબર ઠગોએ તેમને ભારતીય બિઝનેસમેન નરેશ ગોયલની સાથે એક મની લોન્ડરિંગના કેસમાં આરોપી હોવાની વાત કહી હતી. તપાસ દરમ્યાન પકડાયેલા 247 ATM કાર્ડ્સમાં તેમનું એક હોવાનું તેણે તેમને કહ્યું હતું. ઠગોએ પહેલાં તપાસમાં તેમને મુંબઈ આવવાનું કહ્યું હતું, પરંતુ પછીથી ડિજિટલ એરેસ્ટ કરીને બેન્ક એકાઉન્ટની માહિતી માગી હતી.

ડિજિટલ એરેસ્ટમાં રહેતા પીડિત વ્યક્તિએ ડરના માર્યા સાત દિવસની અંદર રૂ. 1.94 કરોડ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા., ત્યાર બાદ ઠગોને તેમને ડરાવી-ધમકાવીને ચૂપ કરાવી દીધા અને કોઈને આ વિશે વાત કરવાની મનાઈ ફરમાવી.

એક સપ્તાહ પછી સાત ડિસેમ્બરે પીડિત વ્યક્તિએ પુત્રીને એ વિશે જણાવ્યું હતું. પુત્રીએ તરત પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમણે સાયબર ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પહેલા આ કેસ સાઉથ ઇસ્ટ બેંગલુરના એક પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો અને ત્યાર બાદ એને CEN પોલીસને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.