સુકમાઃ માઓવાદી પ્રભાવિત સુકમા જિલ્લામાં જીવન સમયની સાથે બદલાઈ રહ્યું છે. જે ગ્રામીણ લોકો CRPFના જવાનોની વરદી જોતાં ડરતા હતા, તેઓ હવે તેમને રક્ષકના રૂપે જાઈ રહ્યા છે. તેઓ હવે CRPFના જવાનો અને તહેનાત અધિકારીઓના આશીર્વાદથી પોતાનું લગ્નજીવન પણ શરૂ કરી રહી છે.સુકમા જિલ્લાના વડા મથકમાં રવિવારે સામૂહિક લગ્ન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 12 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડીને નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. CRPF અને મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના અધિકારીઓએ યુગલોને ભેટ-સોગાદો આપી હતી.આ લગ્ન સમારોહમાં કેટલાક જવાન કન્યાના ભાઈ બન્યા તો કેટલાક જવાન સંબંધીઓ બન્યા. આ લગ્ન સમારોહનું આયોજન સુકમા મિની સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. CRPFની 74મી કમાન્ડટના DN યાદવે નવયુગલોને સન્માનિત કર્યા હતા. તેમણે નવયુગલોને આશીર્વાદ રૂપે રૂ. 1100 અને 12 કન્યાઓને 12 જોડી સાડીઓની બેટ આપી હતી. જિલ્લા કલેક્ટર હારિસ એસે કહ્યું હતું કે બીજી બેટેલિયન દ્વારા આયોજિત સામૂહિક લગ્નો એક સારી પહેલ છે. આ લગ્ન સમારોહના કાર્યક્રમને જિલ્લા વહીવટી મંડળે પૂરો સહયોગ કર્યો હતો.