નવી દિલ્હીઃ સંદેશખાલી મામલાને લઈને દેશમાં હંગામો મચ્યો છે. આ મામલાને લઈને જારી ઘમસાણની વચ્ચે પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૂણમૂલ કોંગ્રેસ (TMC)ની અંદર ફૂટના અહેવાલ આવી રહ્યા છે. સંદેશખાલી મામલાને લઈને TMCના બે સાંસદોએ મમતા સરકારની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાંસદોએ સંદેશખાલીની પીડિત મહિલાઓ માટે રાજભવનના દરવાજા ખોલવા માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસના પગલાની પ્રશંસા કરી છે.
બંને સાંસદોએ રાજ્યપાલના પગલાની પ્રશંસા એ સમયે કરી છે, જ્યારે બંને પર ભાજપથી નજદીકી વધારવાનો આરોપ છે. કાંથીથી સાંસદ શિશિર અધિકારી અને તેમના નાના પુત્ર અને તમલુકથી સાંસદ દિવ્યેન્દુ અધિકારીએ ઉત્તર પરગણા જિલ્લાના સંદેશખાલીની મહિલાઓની પીડા સમજવા માટે રાજ્યપાલની પ્રશંસા કરી છે. શિશિર અધિકારી બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીના પિતા છે.
તેમણે કહ્યું હતું કે રાજ્યપાલના આ પગલાથી તેમને નંદીગ્રામ આંદોલનની યાદ અપાવે છે, જ્યારે સત્તારૂઢ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPM) આપવા માટે તેમણે ગામના કેટલાય લોકોને શરણ આપવા માટે તેમણે ખુદે સંબંધી અને મિત્રોના ઘરના દરવાજા ખોલી દીધા હતા. આ બહુ સારો વિચાર છે, એટલે રાજ્યપાલની પ્રશંસા કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.વર્ષ 2021ની વિધાનસભાની ચૂંટણી પછી TMCના લોકસભાના સ્પીકર કરવામાં આવેલી વિનંતીમાં દલબદલ વિરોધી કાનૂન હેઠળ શિશિર અધિકારીનું સભ્યપદ રદ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. TMCએ શિશિર પર ભાજપમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. આ બંને સાસંદો હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે, પરંતુ તેમણે પાર્ટીથી અંતર જાળવી રાખ્યું છે.
